- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
રાહુલ મોદીની ફિલ્મમાં શ્રદ્ધા હિરોઈન હશે ક્રિયેટિવ વાંધાના નામે આમિરે અશનીર ગ્રોવરની બાયોપિક છોડી અશનીર ગ્રોવર કે ફિલ્મમેકર્સે આ ફિલ્મમાં આમિરખાન શ્રદ્ધા કપૂરનો હીરો બનશે કે કેમ તે બાબતે કોઇ નક્કર માહિતી આપી નહોતી સ્ટાર્ટ અપની દુનિયાના હીરો ગણાતાં અશનીર ગ્રોવરની બાયોપિકમાંથી આમિરખાને તેના ર્નિદેશક રાહુલ મોદી સાથે ક્રિયેટિવ મતભેદો પડયા હોવાનું જણાવી હટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રોજેક્ટમાં અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈન ગ્રોવરની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની હોવાની વાત છે. હાલ શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ડેટિંગ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા એક મોટા સ્ટુડિયોની સાથે આ ફિલ્મની સહનિર્માત્રી પણ બનવાની છે તેવી પણ વાત છે.અશનીર…
NEET પેપર લીક વિવાદ અભિનેતા સલમાન ખાન અને ઈમરાન ખાન વિદ્યાર્થીઓના સમર્થનમાં આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું : સલમાન નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલીવુડ ક્ષેત્રમાંથી પણ મોટું સમર્થન મળી રહ્યું છે. સુપરસ્ટાર સલમાન ખાન સહિત દેશના અનેક જાણીતા કલાકારોએ આ મુદ્દે પોતાના અવાજ બુલંદ કર્યા છે.વિદ્યાર્થીઓના આંદોલન અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સલમાને લખ્યું કે, ‘આ એક ખૂબ જ શાંતિપૂર્ણ આંદોલન હતું. આ આંદોલને હિંસક રૂપ લીધું, તે જાેઈને ખૂબ દુ:ખ થયું. જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ઘાયલ…
૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શો પ્રસારિત થયેલો આર માધવન ‘જીના ઇસી કા નામ હૈ’ ઓટીટી પર કરશે વાપસી ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે એક સમયનો લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો ‘જીના ઇસી કા નામ હૈ’ હવે નવા અંદાજમાં ઓટીટી પર વાપસી કરવા જઈ રહ્યો છે. ઝી૫ પર આવનારા ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે.૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઝી ટીવી પર પ્રસારિત થયેલા આ શોમાં ફારુખ શેખ ફિલ્મી હસ્તીઓને આમંત્રિત કરીને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનનાં અજાણ્યા પાસાઓ દર્શકો સમક્ષ લાવતા હતા. તેમની…
આમ આદમી પાર્ટી પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાઓ સામે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર જે આંદોલન શરૂ કર્યું છે, તેનાથી સરકારને કડક સંદેશ મળ્યો છે. આંદોલન દરમિયાન દિલ્હીમાં પોલીસ અને ગુંડાઓ દ્વારા યુવાનો અને દીકરીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરવામાં આવ્યો, અનેક લોકોના માથા ફૂટ્યા, છતાં દેશનો યુવાન પોતાની માંગ પર અડગ રહ્યો તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દેશભરમાં પેપર લીકનો સૌથી મોટો રેકોર્ડ જો કોઈ રાજ્યમાં બન્યો હોય તો તે ગુજરાત છે. અહી ભાગ્યે જ કોઈ એવી પરીક્ષા હશે જેનું પેપર લીક ન થયું હોય કે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારત સરકાર ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરવામાં નિષ્ફળ છે. વિરોધ પક્ષો અને અન્ય સામાજિક વિરોધીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નિર્દેશ કર્યો છે કે તાજેતરમાં એક પ્રધાનની પુત્રી નૈમિષા અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. એક યુઝરે દલીલ કરી હતી કે, જ્યારે રાજકીય નેતાઓ તેમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે વિદેશ મોકલવાનું પરવડી શકે છે. ત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ પેપર લીક, ભરતી કૌભાંડો, વિલંબિત પરિણામો અને જવાબદારીના અભાવથી પીડાતી સિસ્ટમ સામે ઝઝૂમી રહ્યા છે. આ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જતા વધતા જતા વલણને અનુરૂપ…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના યુવાનો, વિદ્યાર્થીઓ અને બહેનો આંદોલન કરી રહ્યા છે. NEETનું પેપર ફૂટવાના કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આ તાનાશાહ સરકારે આંદોલનકારી વિદ્યાર્થીઓ પર અમાનુષી લાઠીચાર્જ કરાવ્યો છે, જેમાં બહેનો-દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. યુવાનો જ્યારે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સરકારે એમની વાત સાંભળવી જોઈએ, પરંતુ સત્તાધીશો તેમની સામે કડક પગલાં ભરી રહ્યા છે.…
મિનિષા લાંબાએ યાદ કરી ડેબ્યૂ ફિલ્મ ‘યહાં ફિલ્મે મારી જિંદગીની દિશા બદલી’ : મિનિષા લાંબા ૨૯ જુલાઈ, ૨૦૦૫ના રોજ રિલીઝ થયેલી ‘યહાં’ના તેની સંવેદનશીલ વાર્તા અને કલાકારોના અભિનય માટે વખાણ થયા હતા અભિનેત્રી મિનિષા લાંબાએ પોતાની પ્રથમ ફિલ્મ ‘યહાં’ના ૨૧ વર્ષ પુરા થતાં ભાવુક પોસ્ટ શેર કરી છે. વર્ષ ૨૦૦૫માં રિલીઝ થયેલી આ ફિલ્મને યાદ કરતાં તેણે દિગ્દર્શક શૂજિત સરકારનો આભાર વ્યક્ત કર્યાે અને કહ્યું કે આ ફિલ્મે તેનાં જીવન અને કારકિર્દીની દિશા જ બદલી નાખી.“‘યહાં’ (૨૦૦૫)… શૂજિત સરકારની ફિલ્મ. ૨૧ વર્ષ બાદ… મને ‘અદા’નું પાત્ર ભજવવાની તક આપવા બદલ તમારો આભાર. આ ફિલ્મે મારા જીવનની દીશા બદલી નાખી. ફિલ્મના…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ દેશના યુવાનોને એક સલાહ આપી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરવાથી શું સોલ્યુશન આવશે? આ અંગે જવાબ આપતાં તેમણે કહ્યું કે સોલ્યુશન શોધવા માટે જ તો દેશના કરોડો યુવાનો જંતર-મંતર પર એકઠા થયા છે. આદિત્યભાઈ પોતે તેમના ‘ખલાસી’ ગીતમાં ગાય છે કે “એવો હાર્દનો પ્રવાસી કોણ છે, એને ગોતી લ્યો”, તો આજે આ દેશના યુવાનો પોતે ખલાસી બનીને નીકળ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને લોકશાહીની નાવડી જ્યારે ડૂબવાની તૈયારીમાં છે, ત્યારે આ યુવાનો તેને બચાવવા અને પાટા પર લાવવા માટે ભેગા થયા છે.…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોએ બે લોકોને દિલ્હી મોકલ્યા અને લોકોને હતું કે આ 2 લોકો આપણા ગુજરાતનું અને ગુજરાતના લોકોનું ભલું કરશે, પરંતુ એ લોકોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ સહિત તમામ લોકો સાથે અન્યાય કરવાનું કામ કર્યું. એવા લોકોએ જ પોતાના પાવરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું અને ચૈતરભાઈને ખોટી રીતે સજા કરાવીને તેમની સાથે સાથે તેમના પત્ની અને બીજા લોકોને પણ જેલમાં મોકલવામાં આવ્યા. અને આજે સારા સમાચાર એવા આવ્યા છે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ દિલ્હી જંતર-મંતર ખાતેથી એક મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોના ફોન તેમજ મેસેજ આવી રહ્યા છે જેઓ દિલ્હી આંદોલનમાં જોડાવા ઈચ્છે છે પરંતુ અનિવાર્ય કારણોસર આવી શકતા નથી. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તેમણે ગુજરાતના તમામ યુવાનો અને વિદ્યાર્થીઓને ખુલ્લું આહ્વાન કર્યું છે કે આવતી ૨૫મી તારીખે સવારે ૧૦:૦૦ કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને ‘ગુજરાત કોક્રોચ આંદોલન’ની શરૂઆત કરવામાં આવશે. આ આંદોલન દરમિયાન ગુજરાતના અનેક ઉત્સાહી યુવાનો અને વિદ્યાર્થીઓ અનશન પર પણ બેસશે. ’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, હવે સમય આવી ગયો છે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


