- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
- Гама казино онлайн – Gama Casino Online – обзор
Author: garvigujrat
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તાનાશાહી અને લોકશાહીના તફાવતને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી સ્થાપવા માટે આપણા પૂર્વજો અને સ્વતંત્રતા સેનાનીઓએ વર્ષો સુધી લડાઈ લડી છે. લોકશાહીનો મૂળ આત્મા એ છે કે દેશનો સામાન્ય નાગરિક પોતાની સરકારને પ્રશ્ન પૂછી શકે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે તાનાશાહી વલણ અપનાવી રહી છે. આજે દેશમાં NEET સહિત અનેક ભરતી પરીક્ષાઓના પેપરો સતત લીક થઈ રહ્યા છે. યુવાનોનો ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે કે આટલા બધા પેપર લીક થાય છે તો તેનો આખરે જવાબદાર કોણ? બાળક દસમા ધોરણથી લઈને મેડિકલમાં એડમિશન મેળવવા સુધી રાત-દિવસ ઉજાગરા કરે છે અને તેનો આખો પરિવાર મહેનત કરે…
જામનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ મોડો અને ઓછો થવાના કારણે ખેડૂતો અને માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કટોકટીભરી પરિસ્થિતિમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં લાલપુર ખાતે વિશાળ જનઆક્રોશ રેલી અને એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા પંચાયત ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ખેડૂતો રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા, જ્યાં સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી પ્રતિક ભૂખ હડતાલ યોજીને માનનીય મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, સરપંચો, આગેવાનો અને ગામડે-ગામડેથી વિશાળ સંખ્યામાં ખેડૂતો…
તાજેતરમાં ગાંધીધામ મહાનગરપાલીકા દ્વારા અખબારોમાં જાહેરખબર આપી આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) ઉઘરાવવા માટેના વાંધાઓ મંગાવવામાં આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે ટેક્સ સુવિધાઓ ઉપર હોય છે જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે અને ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંતરિક રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે આ વાહન વેરો ઉઘરાવવો એ ઉઘાડી લૂંટ છે જેનો અમે વિરોધ કરીએ છીએ. તેમણે આ અંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમીશ્નરને આવેદનપત્ર સાથે ઉગ્ર આંદોલન અને ચક્કાજામની ચીમકી આપીને કહ્યું હતું કે જો સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વગર વાહન વેરો લાગુ કરવામાં આવશે તો આમ જનતાને…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમે નર્મદા જિલ્લાના તમામ ગામેગામ જઈને એક એક ઘરે જઈ રહ્યા છીએ અને લોકોના હસ્તાક્ષર કરાવી રહ્યા છીએ. અત્યાર સુધી એક લાખથી વધારે લોકોએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા માટે હસ્તાક્ષર કરીને જનસમર્થન આપ્યું છે. ધારાસભ્ય ચૈતરભાઈ નિર્દોષ છે અને તેમને ફસાવવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેથી તારીખ 24 જુલાઈ શુક્રવારના રોજ સવારે 11:00 કલાકે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલીના…
જંતર-મંતર વિવાદ મામલે રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર ‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’ વિપક્ષ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવી રહ્યા છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ : રાજનાથ સિંહ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન અને રસ્તાઓ પર થઈ રહેલા વિદ્યાર્થી આંદોલનોને લઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવીને ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણ તથા તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજનાથ સિંહે…
જંતર મંતર પર ડ્યુટી કરતા જવાનોને આદેશ સાદા કપડાં નહીં ચાલે, ફરજિયાત યુનિફોર્મ પહેરો દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં પોલીસ દ્વારા લાઠીચાર્જના વીડિયો વાઈરલ થયા હતા દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન વખતે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાદા કપડાં પહેરીને કાર્યવાહી કરી હતી. આ અંગે જાેરદાર વિરોધ બાદ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા આદેશ કરાયો છે કે, જંતર મંતર પર ડ્યુટી દરમિયાન યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. કાયદો અને વ્યવસ્થા જાળવતી વખતે પોલીસની ઓળખ સુનિશ્ચિત થઈ શકે તેમજ કોઈ પણ પ્રકારની ગેરકાયદે અને શંકાસ્પદ કાર્યવાહી પર રોક લગાવવા યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. નોંધનીય છે કે, જંતર મંતર…
સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર આખરે સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી વાંગચુકે પોતાના પત્રમાં કહ્યુ કે સરકાર તે ભરોસો અપાવશે કે છાત્રો પર કાર્યવાહી થશે નહીં : આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માગ પણ કરી હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહ્યું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે. સંસદમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.…
સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ વિદ્યાર્થી સરેરાશ નવ લાખનો ખર્ચ કરે છે દેશમાં ૧૫૦થી વધુ પેપર લીક: ૭.૫ કરોડ વિદ્યાર્થી અને તેના પરિવારોને સીધી અસર ગુજરાત સહિત દેશભરમાં પેપર લીક સંકટ રાષ્ટ્રીય મહામારી બની ગઈ છે: કોંગ્રેસનો આક્ષેપ આજે દેશમાં પેપર લીક એક મહામારી બની ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યાે છે. NEET, JEE, SSB, UPSCઅ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી દીઠ આશરે નવ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. દેશમાં ૯ કરોડ યુવાનો વિવિધ પરીક્ષાઓની તૈયારી કરે છે. જેના કારણે પરિવાર પર આર્થિક બોજ, પરિવારનું દબાણ અને આટલું ઓછું હોય તેમ ભ્રષ્ટનીતિને કારણે લાખો યુવાનો વય મર્યાદા વટાવી જતા હોવાથી તકથી વંચિત રહી જાય…
હુથી બળવાખોરોની ધમકી બાદ ટેન્કર્સે બદલ્યો માર્ગ હોર્મુઝ બાદ નવો માર્ગ પણ ઠપ, ભારત-ચીન આવતા સાઉદીના ઓઇલ ટેન્કર્સનો યુ-ટર્ન બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત અને ચીન માટે ક્રૂડ ઓઇલ લોડ કર્યું હતું અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની વચ્ચે જે વાતનો સૌથી મોટો ડર હતો તે જ આખરે સામે આવ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બાદ હવે બીજાે વોર ફ્રન્ટ ખુલી ગયો છે. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોની ખુલ્લી ધમકી બાદ ભારત અને ચીન તરફ આવી રહેલા બે ક્રૂડ ઓઇલના ટેન્કર્સને યુ-ટર્ન લેવાની ફરજ પડી છે.આ બંને ટેન્કર્સે રેડ સીમાં આવેલા સાઉદી અરેબિયાના યાનબૂ બંદરથી ભારત…
અમેરિકા પછી ચીન પણ એડવાન્સ ટેન્કોલોજીની નિકાસની તરફેણમાં નહીં ચીનની એઆઈ-સેમીકંડક્ટર ચીપની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચીનની એઆઈ-સેમીકંડક્ટર ચીપની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી અમેરિકાએ આર્ટિફિશિયલ સાયબર સુરક્ષા સંબંધે ચિંતાઓ વ્યક્ત કરતા અત્યાધુનિક એઆઈ મોડેલ્સની પહોંચ મર્યાદિત બનાવી દીધી છે ત્યારે હવે ચીન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. ચીન પણ અત્યાધુનિક એઆઈ ટેન્કોલોજી અને સેમીકંડક્ટર ચીપની અન્ય દેશોમાં નિકાસ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહ્યું છે. ચીન આ પગલું લેશે તો ડિફેન્સ, ઓટોથી લઈને ડેટા સેન્ટર્સ અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સામે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ચીન એડવાન્સ એઆઈ ટેન્કોલોજીને વ્યૂહાત્મક રાષ્ટ્રીય અસ્કયામત તરીકે દેશમાં જ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


