Author: garvigujrat

સ્પેસ એક્સનાં શેરનો ભાવ ૨૨૬ ડોલરથી ઘટીને ૧૧૯ ડોલર મસ્કની સંપત્તિમાં એક મહિનામાં ૩૦૮ અબજ ડોલરનો જંગી ઘટાડો જૂનમાં મસ્કની નેટવર્થ ૧.૧ ટ્રિલિયન ડોલર હતી જે હવે ઘટીને માત્ર ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે વિશ્વની સૌથી ધનિક વ્યકિત એલન મસ્કની સંપત્તિમાં છેલ્લા એક મહિનામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે. જૂનમાં તેમની નેટવર્થ ૧.૧ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઇ હતી. જાે કે હવે આ ઘટીને ૭૯૨ અબજ ડોલર થઇ ગઇ છે.થોડાક જ સપ્તાહમાં તેમની સંપત્તિમાં ૩૦૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ રકમ ભારતીય અબજપતિ મુકેશ અંબાણીની સંપત્તિ કરતા ચાર ગણી છે. મસ્કની સંપત્તિમાં આ મોટા ઘટાડા પાછળ તેમની કંપની…

Read More

રેખાના વર્તન વિશે કહી વાત ‘ઉત્સવ’ ફિલ્મના બોલ્ડ શૂટિંગ અંગે શેખર સુમનનો ખુલાસો રેખાએ એ સમયે મને ક્યારેય કહ્યું નહોતું કે મને અડતા નહીં કે, હું કોઈ પ્રકારના રીટેક નહીં આપું બોલિવૂડના એક્ટર શેખર સુમને પોતાની એક સમયની એડલ્ટ અને કલ્ટ ફિલ્મ ‘ઉત્સવ’ને લઈને એક મહત્ત્વનો ખુલાસો કર્યાે છે. વાત એ સમયની છે જ્યારે એક્ટ્રેસ રેખા એ સમયની સૌથી સફળ અભિનેત્રી હતી અને શેખર એક નવા કલાકાર તરીકે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. ફિલ્મ શુટિંગની લઈને વાત કરતા શેખર સુમને કહ્યું હતું કે, રેખાએ એ સમયે મને ક્યારેય કહ્યું નહોતું કે મને અડતા નહીં કે, હું કોઈ પ્રકારના રીટેક નહીં…

Read More

ફિલ્મમેકર રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત ‘ફૂલન’નું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થશે ફિલ્મ એક ૧૭ વર્ષની ગરીબ યુવતીની સફર રજૂ કરે છે, જે આગળ જઈને દેશની સૌથી ચર્ચિત અને કુખ્યાત ડાકુઓમાંની એક બની હતી ફિલ્મમેકર રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત અને કુખ્યાત ચંબલ ડાકુથી રાજકારણી બનેલા ફૂલન દેવીનાં જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલન’નું વર્લ્ડ પ્રીમિયર પ્રતિષ્ઠિત ૫૧મા ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. ત્યારબાદ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે, જાેકે તેની રિલીઝ ડેટની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું પ્રીમિયર ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રિન્સેસ ઑફ વેલ્સ થિયેટરમાં ફેસ્ટિવલના સ્પેશિયલ પ્રેઝન્ટેશન્સ વિભાગ હેઠળ યોજાશે. ફિલ્મ વર્ષ ૧૯૯૭માં પ્રકાશિત પુસ્તક ‘આઇ,…

Read More

આ એક ડિજીટલ થ્રિલર ફિલ્મ છે, જે ઓટીટી માટે જ બની છે ૪ વર્ષના લાંબા વિલંબ બાદ આખરે મૃણાલ-હુમાની ‘પૂજા મેરી જાન’ રિલીઝ થશે ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ ૨૦૨૨માં પૂરુ થયું હતું. ત્યારથી ફિલ્મની રિલીઝ અંગે કલાકારો કે ટીમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી લગભગ ચાર વર્ષથી અટવાઈ રહેલી મૃણાલ ઠાકુર અને હુમા કુરેશીની થ્રિલર ફિલ્મ ‘પૂજા મેરી જાન’ હવે આખરે દર્શકો સુધી પહોંચવા જઈ રહી છે. આ ફિલ્મ હવે ઝી૫ પર સ્ટ્રીમ થશે. તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મે પોતાની આગામી ફિલ્મોની યાદીમાં ‘પૂજા મેરી જાન’નાં પ્રીમિયરની જાહેરાત કરી છે. જાેકે, ફિલ્મની ચોક્કસ રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.નવજાેત ગુલાટી દિગ્દર્શિત અને…

Read More

( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતીય લોકશાહીમાં સરકારને કાયદાનું પાલન કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે. “ જો કોઈ વ્યક્તિ ભલે તે કેટલા પણ પ્રભાવશાળી રાજકારણી કેમ ન હોય, કાયદાનો ભંગ કરે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ સિધ્ધાંતમાં કોઈ મતભેદ હોઈ શકે નહીં. પરંતુ જ્યારે કાર્યવાહીનો વિષય હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થા બની જાય, ત્યારે પ્રશ્ન માત્ર કાયદાનો રહેતો નથી. તે શિક્ષણ સમાજ અને જાહેર હિતનો પણ બની જાય છે. ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી અંગે થયેલી કાર્યવાહી અને તોડફોડની ચર્ચાએ ફરી એક વખત એવો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું રાજકીય…

Read More

( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. બિહારના પૂર્વ પોલીસ અધિકારીએ એક વ્યક્તિની જાતિ જાણ્યા બાદ તેની પર બર્બર્રતાપૂર્વક હુમલો કરી એના પગ ભાંગી નાખવાના કેસમાં આ પૂર્વ પોલીસ અધિકારી સામે પટના હાઇકોર્ટે એફઆઇઆર (FIR) નોંધવાનો નિર્દેશ આપ્યો છે સુનાવણી દરમિયાન અદાલતે ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે જો પોલીસની આવી અનિયંત્રિત મનમાની પર લગામ લગાવવામાં નહીં આવે તો પોલીસ દળ "નાઝી જર્મની જેવુ" બની શકે છે. એટલું જ નહીં પરંતુ જો આ પ્રકારના વર્તન પર નિયંત્રણ અને અંકુશ રાખવામાં નહીં આવે તો સમગ્ર કાયદાનું શાસન અને દેશના નાગરિકોના જીવન તથા સ્વતંત્રતાનું બંધારણીય રક્ષણ હવામાં ઉડી જશે અને રાષ્ટ્રીય…

Read More

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, નીટના પેપર લીકના કારણે દિલ્હીના જંતર મંતર ખાતે લાખોની સંખ્યામાં GenZ યુવાનો એકઠા થયા હતા. ત્યારબાદ ભાજપ સરકાર દ્વારા તેમના પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો. યુવાનો, મહિલાઓ, માતા, બહેન, દીકરીઓ જાણે આતંકવાદી હોય એ પ્રમાણે ભાજપની પોલીસે તેમના પર અત્યાચાર કર્યો. ઘણા યુવાનોના મને ફોન આવ્યા, જેઓ કહી રહ્યા હતા કે “તેઓ પણ આંદોલનમાં જવા માંગે છે પરંતુ અમે જઈ શકતા નથી.” અમે સમજી શકીએ છીએ કે તમામ લોકોની લાગણીઓ છે અને એના કારણે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા છે.…

Read More

મધ્યપ્રદેશમાં યુનિફોર્મ સિવિલ કોડ તરફ મોટું પગલું વિધાનસભામાં હોબાળા વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર બહુમતીથી બિલને મંજૂરી; લિવ-ઇન રિલેશનશિપની નોંધણી અને બહુપત્નીત્વ અંગે નવી જાેગવાઈઓનો સમાવેશ મધ્યપ્રદેશ વિધાનસભામાં મંગળવારે ભારે રાજકીય હોબાળા વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. બિલ રજૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ જાેરદાર વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી બે વખત મુલતવી રાખવી પડી હતી. તેમ છતાં સરકારને મળેલા બહુમતના આધારે અંતે બિલ પસાર કરવામાં સફળતા મળી. આ બિલ પસાર થતાં ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ મધ્યપ્રદેશ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવનાર દેશનું ચોથું રાજ્ય બનવા તરફ આગળ વધ્યું…

Read More

વિદ્યાર્થીઓના સમર્થનમાં દિલજીત દોસાંઝનો અવાજ વિદ્યાર્થીઓના વિરોધ પર પોલીસ કાર્યવાહી બાદ મનોરંજન જગતમાં ઉઠ્યો વિરોધનો સૂર સોશિયલ મીડિયા પર સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળવાની અપીલ; અનેક અભિનેતાઓએ પણ વ્યક્ત કર્યો સમર્થન દિલ્હીમાં પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરીતિ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી થયા બાદ મનોરંજન જગતમાં પણ આ મુદ્દે પ્રતિક્રિયાઓનો સિલસિલો શરૂ થયો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે થયેલા વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી સરકારને તેમની માંગણીઓ ગંભીરતાથી સાંભળવાની અપીલ કરી છે. દિલજીત દોસાંઝે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે,…

Read More

NEET પેપર લીક મુદ્દે સંસદમાં ગરમાયો રાજકીય માહોલ વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદમાં સરકારનો પક્ષ રજૂ કર્યો; ૧૩ આરોપીઓની ધરપકડ બાદ પરીક્ષા ફરી યોજાઈ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીક કેસ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સરકાર તરફથી કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટતા કરી કે પેપર લીકની માહિતી મળતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અને કડક પગલાં લીધા હતા. તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન સંડોવાયેલા ૧૩ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં…

Read More