- શ્રી ગણેશ વિસર્જનનું પૌરાણિક, આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય: સાકારથી નિરાકારની યાત્રા
- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
- એન્થ્રોપિકનો મોટો દાવો: AI ક્લોડનો જૈવિક હથિયારોથી જાસૂસી સુધી દુરુપયોગ, શંકાસ્પદ એકાઉન્ટ્સ બંધ
- ગુરુદત્તના જીવન પર બનશે વેબ સિરીઝ, ‘બિછડે સભી બારી બારી’ના હક્કો પ્રોડક્શન હાઉસે મેળવ્યા
Author: garvigujrat
NEET પેપર લીક મુદ્દે સંસદમાં ગરમાયો રાજકીય માહોલ વડાપ્રધાન મોદીનું આશ્વાસન: ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદમાં સરકારનો પક્ષ રજૂ કર્યો; ૧૩ આરોપીઓની ધરપકડ બાદ પરીક્ષા ફરી યોજાઈ સંસદના ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ NEET પેપર લીક કેસ ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સરકાર તરફથી કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટતા કરી કે પેપર લીકની માહિતી મળતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક અને કડક પગલાં લીધા હતા. તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન સંડોવાયેલા ૧૩ આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં…
પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું પડશે હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ ર્નિણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન…
વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો મોબાઇલ ફોનથી બ્રેઇન કેન્સર થતું હોવાના કોઈ પુરાવા નથી મોબાઇલ ફોનના ઉપયોગથી મગજના કેન્સરનું જાેખમ વધતું હોત તો છેલ્લા દાયકાઓમાં આવા કેસોમાં ઉછાળો આવ્યો હોત એક નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે મોબાઇલ ફોનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોથી મગજ, માથા અથવા ગરદનનું કેન્સર થતું હોવાના કોઇ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આ નવા અભ્યાસથી છેલ્લા બે દાયકામાં મોબાઇલ ફોનના વ્યાપક ઉપયોગથી મગજના કેન્સરનું જાેખમ વધતુ હોવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ૨૦૧૯માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની આરોગ્ય પરની અસર જાણવા માટે ૧૩ વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરાવવાનો ર્નિણય લીધો હતો. નવા અભ્યાસમાં આ સમીક્ષાઓના તારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું…
સંસદમાં સરકારનો જવાબ ઈથેનોલના કારણે એન્જિન બગડવાના કોઈ પુરાવા નથી, શુદ્ધ પેટ્રોલ નહીં જ મળે નિષ્ણાતોની સલાહ બાદ જ ૨૦૧૩-૧૪ માં ૧.૫૩% થી વધારીને તેને ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૦% સુધી પહોંચાડવામાં આવ્યું દેશભરમાં E20 (૨૦% ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં મોટો ખુલાસો કર્યાે છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દેશના પેટ્રોલ પંપો પર શુદ્ધ પેટ્રોલ (E0) કે ઓછું ઇથેનોલ ધરાવતા E10 પેટ્રોલની સમાંતર સપ્લાય શરૂ કરવાનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી. રાજ્યસભામાં સાંસદ ડૉ. વી શિવદાસન અને અશોક સિંહ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપતાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ…
ક્રૂડ ઓઈલ ૮૮ ડોલરને પાર મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાનમાં સતત ૧૦માં દિવસે અમેરિકાની એરસ્ટ્રાઈક જૉર્ડનમાં થયેલા હુમલામાં અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા છે અને એક ગુમ થયો છે, જ્યારે ઈરાનના એક ડ્રોન ધમાકામાં વધુ એક સૈનિકનું મોત થયું છે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત ૧૦મી રાત્રે પણ જાેરદાર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, ‘જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરશે, ત્યારે તેણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે!’બીજી તરફ…
‘હું અવાજ ઉઠાવીશ ફરી દેશદ્રોહી કહેવાશે’ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝે સરકાર સામે બાંયો ચડાવી ખેડૂત આંદોલન બાદ મેં ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન સામે મનોરંજન જગતમાંથી મોટો સપોર્ટ સાંપડ્યો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ…
દિલ્હીમાં યોજાયેલી ઈવેન્ટમાંથી લીક થયું ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક નિતેશ તિવારી ર્નિદેશિત ‘રામાયણ ભાગ એક’માં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઇ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જાેવા મળશે જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ ‘રામાયણ ભાગ એક’ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે.નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ…
આવારપન ટુ ફિલ્મ માટે નિવૃત્તિ પાછી ખેંચી અરિજિત સિંહની નિવૃત્તિનો અંત, નવું ગીત રજૂ થયું વિશેષ ફિલ્મ્સની જ મર્ડર ટુ સાથે અરિજિતે કેરિયર શરુ કરી હતી ફિલ્મ ‘આવારાપન ટુ ‘૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં રજૂ થશે એક સમયે હું હવે નહીં ગાઉ એમ કહી નિવૃત્તિ જાહેર કરનાર લોકપ્રિય ગાયક અરિજિતસિંહનું નવું ગીત સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રિમ થયું હતું. ‘આવારાપન ટુ’ ફિલ્મનું ગીત યેહ આવારાપન ૨૧ જુલાઇએ રજૂ કરવામાં આવ્યું હતું. ‘આવારાપન ટ’ુ ફિલ્મ બનાવનાર બેનર વિશેષ ફિલ્મ્સ સાથે ગાયક અરિજિતસિંહના સંબંધો પંદર વર્ષથી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિશેષ ભટ્ટે જણાવ્યા મુજબ રશ્મિ વિરાગ લિખિત અને અમાલ મલિક દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવેલું આ…
આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ દિલ્હીના જંતર મંતર પર દીકરીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે ઉગ્ર નિવેદન આપતા જણાવ્યું હતું કે, “બેટી બચાવો બેટી પઢાવો” અને સ્ત્રી સશક્તિકરણના નારા ફક્ત ચૂંટણી પૂરતા છે. દેશની દીકરીઓ દિલ્હીના જંતર મંતર ખાતે સત્તાધીશોને સવાલ કરવા માટે પહોંચી હતી પરંતુ એમની સાથે દિલ્હી પોલીસનું વર્તન કેવું હતું? આ દીકરીઓ આતંકવાદી હોય એમ એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમના કપડા ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી. સ્ત્રીઓ સશક્ત બનીને સત્તાધીશોને જ્યારે સવાલ પૂછે છે તો તમે એ સાંભળી તો શકતા નથી. જે લોકોના હાથમાં દેશની…
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરી કરી છે. આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સ્થળ પરથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે. મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે, અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


