
- ભૂમાફિયાઓ સુરક્ષિત, તંત્રએ વાહનો જપ્ત કરી સંતોષ માન્યો
- ૨૦૨૫ના છેલ્લા દિવસે ભારતે દુનિયાને દેખાડી તાકાત
- વિકાસ સહાય થયા નિવૃત્ત.ડૉ. કે.એલ.એન.રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ DGP
- ખેડૂતો માટે કૃષિ વિભાગની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- ચેટજીપીટીમાં તમારી પ્રાઇવસી બચાવવા 5 સરળ પગલાં, ખાતા વગર સુરક્ષિત ચેટ કરવું
- સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે 360 ડિગ્રી કેમેરા સાથે નવતર મોનિટરિંગ પ્રયોગ શરૂ
- વેતન રૂ. ૮૭,૬૯૫ કરોડના AGR દેવા માટે વોડાફોન-આઈડિયાને 10 વર્ષની છૂટ આપી કેબિનેટ મંજૂર
- રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટક સાથે બે આરોપીઓ ઝડપાયા, પોલીસ તપાસ શરૂ
Author: Garvi Gujarat
પર્સનલ લાઈફ પર ટ્રોલિંગ મુદ્દે મલાઈકાએ જવાબ આપ્યામારા માટે ફેમિલી-ફ્રેન્ડ્સ અને શાંતિ મહત્ત્વપૂર્ણ : મલાઈકામેં મારી સચ્ચાઈ પર ફોકસ કરવાનું શીખી લીધું છે અને હું નેગેટિવિટીને પોતાનું સેલ્ફ વર્થ ડિસાઈડ નથી કરવા દેતી : અભિનેત્રીમલાઈકા અરોરાએ તાજેતરમાં જ પોતાનો ૫૨મો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ તેના લુકને જઈને તેની ઉંમરનો અંદાજાે લગાવવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ચાહકો ઘણીવાર તેની ફિટનેસ અને ગ્લેમરસ લુક પર ફિદા થઈ જાય છે. જાેકે, કેટલાક લોકો એવા પણ છે જેઓ એક્ટ્રેસને તેની ઉંમર અને પર્સનલ લાઈફને લઈને ટ્રોલ કરે છે.હવે મલાઈકા અરોરાએ તાજેતરમાં જ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ સાથે કેવી…
દર્શકો ઓરિજનલ અનકટ એડિંગ જાેઈ શકશે૫૦ વર્ષ બાદ ફરી સિનેમામાં જય-વીરૂની જાેડી જાેવા મળશે૧૯૭૫માં રિલીઝ થયા પહેલાં ભારતમાં ઈમરજન્સી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપને કારણે ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતા‘શોલે’ બોલિવૂડની આઈકોનિક ક્લાસિક ફિલ્મ છે. તેના ગીતથી લઈને પાત્રો અને ડાયલોગ્સ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શાનદાર ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હવે યંગ જનરેશન પણ આ આઈકોનિક ફિલ્મને ફરીથી સિનેમામાં નવા અંદાજમાં જાેઈ શકશે. ‘શોલે’ના ૫૦ વર્ષ પૂરા થવાની ખુશીમાં ‘શોલે-ધ ફાઈનલ કટ’ ના નામથી આ ફિલ્મ મોટા પડદા પર ફરીથી આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે…
૧૯મી સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદતનર્સિંગ સહિત ૩૩ હજાર બેઠક ખાલી છતાં કાઉન્સિલ દ્વારા ૪ નવી કોલેજને મંજૂરીછ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરવામાં આવીરાજ્યમાં ધો.૧૨ પછી નર્સિંગ સહિતના ૧૦ કોર્સમાં પ્રવેશ માટે છઠ્ઠો રાઉન્ડ પૂરો કરી દેવામાં આવ્યો છે. છ રાઉન્ડના અંતે કુલ સાત કોર્સની સરકારી કોલેજની તમામ ૨૪૯૬ બેઠકો પર પ્રવેશ ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ ર્સ્વનિભર કોલેજની ખાલી ૩૩૫૨૪ બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવામાં આવી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાઉન્સિલ દ્વારા ચાર ર્સ્વનિભર કોલેજને મંજૂરી આપવામાં આવી છે.નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશની…
ગુજરાતમાં ૫૪% ભૂગર્ભજળ ખેંચાયું: જળસંકટની ઘંટીગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત અન્ય જીલ્લામાં ભૂગર્ભ જળનો બેફામ વપરાશ થઈ રહ્યો છેપાણીના વપરાશ અને જરૂરિયાતને લઈને કરાયેલાં એક અભ્યાસમાં એવા તારણો રજૂ થયાં છેકે, પાણીની માંગમાં હજુ વધારો થઈ શકે છે. આ જાેતાં નિષ્ણાતોએ એવી ભીતિ વ્યક્ત કરી છેકે, ગુજરાતમાં આગામી વર્ષાેમાં જળસંકટ ઉભુ થાય તેવી સ્થિતી સર્જાઇ છે. નર્મદાના જળ છેવાડાના ગામ સુધી પહોચ્યાં છે છતાંય આ ચિંતાજનક પરિસ્થિતીનું નિર્માણ થાય તેમ છે. એટલુ જ નહીં, આગામી પાંચેક વર્ષમાં પાણીની માંગમાં ૨૦થી ૩૦ ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.…
ચીનના ઝિન્જિયાંગ પ્રાંતમાં ૧૦૦૦ ટનથી વધારે સોનુ ધરાવતો વિસ્તાર મળી આવ્યોઆ પૂર્વે ઉત્તર પૂર્વના લાયોજિંગ પ્રાંતમાં અને મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં પણ સુવર્ણ ભંડારો મળી આવ્યા હતાચીની વિજ્ઞાનીઓએ ઉત્તર પશ્ચિમના પ્રાંત ઝિન્જિયાંગ, સ્થિત ઉઇગુર વિસ્તારમાં અઢળક સુવર્ણ ભંડાર શોધી કાઢ્યા છે. તેના કાચા અંદાજાે દર્શાવે છે કે આ પ્રદેશની કુનલુન પર્વતમાળામાં અઢળક સુવર્ણ ભંડારો છે તેવી ચીનની પુરાણ કથા સાચી ઠરે છે.સીનીયર એન્જિનિયર હે.કુબાઓ અને તેની ટીમે ૪ નવેમ્બરે પ્રસિધ્ધ કરેલા રીચર્સ પેપરમાં આ પ્રમાણે જણાવ્યું હતું. આ રીસર્ચ પેપર સાયન્સ જર્નલ એક્ટા જીઓસાયન્ટિકા સિનિકામાં તેમના રીસર્ચ પેપર્સ પ્રસિદ્ધ થયા છે.ચીનમાં એક વર્ષમાં જ મળી આવેલો આ ત્રીજાે સુવર્ણ ભંડાર…
યુદ્ધ કેદીઓની આપ-લે અંગે રશિયા સાથે વાટાઘાટ ચાલુ: ઝેલેન્સ્કીક્રિસમસ અગાઉ યુક્રેનના ૧,૨૦૦ કેદીઓ વતન પરત ફરે તેવી આશાતુર્કીની મધ્યસ્થીથી યુદ્ધ કેદીઓને મુક્ત કરવાના પ્રોટોકોલ સ્થાપિત કરવા સંદર્ભે ઈસ્તંબુલમાં ૨૦૨૨માં કરાર થયો હતોયુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં એક સારા સમાચાર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, બંને દેશો યુદ્ધ કેદીઓને ફરી સોંપવા પર કામ કરી રહ્યા છે. જેને પગલે યુક્રેનના ૧,૨૦૦ જેટલા કેદીઓ વતન પરત ફરે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના મતે આ દિશામાં વાટાઘાટ ચાલી રહી છે. યુદ્ધ કેદીઓની આપ-લે માટે પ્રક્રિયા ચાલુ હોવાનું ઝેલેન્સ્કીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું. અસંખ્ય બેઠકો અને વાટાઘાટોના રાઉન્ડ બાદ હવે નિર્ણાયક તબક્કામાં વાતચીત…
રેલવે ટ્રેકને પણ મોટું નુકસાન થયુંપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો, બીઆરજી જૂથે લીધી જવાબદારીઆ ટ્રેન રોહરી-ચમન અને કરાચી-પેશાવર રેલ્વે લાઇન પરથી પસાર થઈને ૧,૬૩૨ કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં લગભગ ૩૪ કલાક અને ૧૦ મિનિટ લાગે છેપાકિસ્તાનમાં રેલ્વે પર વારંવાર થતા હુમલાઓ વચ્ચે ફરી એક વખત જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. આ વખતે ક્વોટાથી પેશાવર જતી આ ટ્રેન પર સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાએ પાકિસ્તાની અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ પહેલા પણ આ ટ્રેન પર અનેક વખત હુમલા થયા…
રસોડામાં ગંદકીથી બદબુ, અપૂરતા પાણી મુદ્દે ભારે હોબાળોવડોદરામાં સમરસ હોસ્ટેલમાં તેલમાં ભેળસેળ જાેવાયોરસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને પાણી ડબ્બામાં મિક્સ કરતાવડોદરા સમા વિસ્તારમાં આવેલ સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે અગાઉની રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગઈ મોડી રાત્રે કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન માલ સામાન ભરીને આવેલા ટેમ્પો ડ્રાઇવરને આડે હાથ લઈ લઈ રોષ ઠાલવ્યો હતો. ડ્રાઇવરના મોબાઈલથી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરતા સામે છેડેથી કોઈ યોગ્ય પ્રત્યુતર મળતો ન હોવાથી…
સૌથી વધુ ક્રિમિનલ કેસ અનંતસિંહ સામેબિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ૫૦%થી વધુ સામે ક્રિમિનલ કેસમૈથિલી ઠાકુર સૌથી યુવા વયની ધારાસભ્ય, મહિલા પ્રતિનિધિઓની સંખ્યા ૨૬થી વધીને ૨૯ પર પહોંચીબિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં કેટલાકની ભારે ચર્ચા થઇ રહી છે. કોઇ સૌથી યુવા તો કોઇ સૌથી વધુ ગુનાહિત કેસો ધરાવતા ધારાસભ્યો છે. મહિલાઓએ નીતીશ કુમારને ફરી સત્તા સોંપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. જાેકે મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા માત્ર ત્રણ જ વધી છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ ધારાસભ્ય લોક ગાયીકા મૈથિલી ઠાકુર છે જે સૌથી યુવા વયની ધારાસભ્ય બની છે. જ્યારે આ વખતે ચૂંટાયેલા કુલ ધારાસભ્યોમાં ૫૦ ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસો છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક…
૫૦૦% ટેરિફ લગાવવાની આપી ધમકીપુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલઘુમ!રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે ર્નિણય લેશે તે ખબર નથી. ક્યારેક તેઓ ભારત સાથે ટ્રેડ કરાર વિશે વાત કરે છે, અને ક્યારેક તેઓ પોતાના મનથી ટેરિફ લગાવે છે. રશિયન તેલની ખરીદી પર તેમનું વલણ ખાસ કરીને કઠોર રહ્યું છે. રશિયાના તેલની ખરીદીને કારણે ભારત હાલમાં ૨૫% વધારાના ટેરિફનો સામનો કરી રહ્યું છે. હવે, તેમણે રશિયા સાથે વેપાર કરતા અને રશિયન તેલ ખરીદતા દેશો પર ૫૦૦% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે રશિયાના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



