- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
પ્રવાસીઓ ઘટતાં થાઈલેન્ડ સરકાર ઝૂકી! થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝાના નિયમોમાં ફરી મોટો ફેરફાર કરાયો થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રી ચાલુ રાખી થાઈલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. થાઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ)ની સુવિધા હાલ પૂરતી ચાલુ રહેશે. જાે કે, આ સુવિધા હેઠળ ત્યાં રહેવાની મહત્તમ મર્યાદા હવે ૬૦ દિવસથી ઘટાડીને ૩૦ દિવસ કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ ર્નિણય ભારતીય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. થાઈલેન્ડના પર્યટન મંત્રી સુરાસાક ફાનચારોએનવોરાકુલે જણાવ્યું કે, ભારતીય નાગરિકો પહેલાની…
હૈયે હરખ ન સમાય તેવી રૂડી અષાઢી બીજ આવી પહોંચી આજે નગરચર્યાએ નીકળશે જગતનો નાથ; ૧૪૯મી રથયાત્રા માટે અમદાવાદ સજ્જ અમદાવાદમાં યોજાનારી ૧૪૯મી રથયાત્રાને લઈ ભક્તિમય માહોલ છવાયો છે : પ્રભુના સોના વેશના દર્શન કરવા જમાલપુર મંદિરે ભક્તોનું ઘોડાપૂર હૈયે હરખ અને આંખોમાં હેતની હેલી… અષાઢી બીજની એ પાવન સવાર, જ્યારે જગતનો નાથ સ્વયં ભક્તોના દુ:ખ હરવા નીજ મંદિર છોડીને નગરે નીકળશે. અમદાવાદની ઐતિહાસિક જમાલપુર નગરીમાં કાલે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની ૧૪૯મી રથયાત્રા પ્રસ્થાન કરવા જઈ રહી છે. પ્રભુ જગન્નાથની સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી પણ અલગ-અલગ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે. ભગવાન સ્વયં ભક્તોને સાક્ષાત દર્શન આપવા માટે…
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત ૨૩ વર્ષ બાદ ઇરાકમાંથી સંપૂર્ણપણે બહાર નીકળશે અમેરિકન સેના ઇરાન લાંબા સમયથી અમેરિકાને ઇરાક સહિત સમગ્ર મિડલ ઇસ્ટમાંથી પોતાનું સૈન્ય હટાવવા દબાણ કરી રહ્યું હતું પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) ના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૩માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા માટે ઇરાકમાં પ્રવેશેલી અમેરિકન સેના હવે આગામી સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં ત્યાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠક બાદ આ ઐતિહાસિક સૈન્ય વાપસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે…
ટ્રમ્પે કહ્યું- આવતા અઠવાડિયે પાવર પ્લાન્ટ અને પુલને ટાર્ગેટ કરીશું, જાે કરાર નહીં થાય તો કંઈ બચશે નહીં અમેરિકાની સતત ચોથા દિવસે ઈરાન પર એરસ્ટ્રાઈક કતારના અલ-ઉદીદ એરબેઝની સેટેલાઇટ તસવીરોમાં અમેરિકી સેનાના એક વેરહાઉસને નુકસાન થયાના સંકેત મળ્યા છે અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે સતત ચોથા દિવસે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ સાથે જ ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાર્યવાહી ઈરાન પર દબાણ વધારવા માટે કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, “અમે મંગળવારે રાત્રે પણ હુમલો કરીશું, તેના પછીના દિવસે પણ કરીશું. આવતા…
ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી ‘આલ્ફા’માં બોબી દેઓલને AI અને VFX ટેન્કોલોજીથી યુવાન બનાવાયો ટેન્કોલોજીનો ઉપયોગ માત્ર દર્શકોને ચોંકાવવા માટે નહીં, પરંતુ વાર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો : શિવ આલિયા ભટ્ટ અને શર્વરીની યશ રાજ ફિલ્મ્સની સ્પાય થ્રિલર ‘આલ્ફા’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે. વિશ્વભરમાં ફિલ્મે અત્યાર સુધીમાં ૯૨.૭૫ કરોડથી વધુની કમાણી કરી છે. હવે ફિલ્મનાં સૌથી ચર્ચિત સીનમાંથી એક પાછળની ટેન્કોલોજી અંગે વાયએફએક્સ સ્ટુડિયોએ રસપ્રદ ખુલાસો કર્યાે છે. ફિલ્મમાં એક મહત્વના સીન દરમિયાન બોબી દેઓલના પાત્રને AI અને VFX ની મદદથી યુવાન દેખાડવામાં આવ્યું છે, જેમાં તેનો લૂક તેની ‘સોલ્જર’, ‘ગુપ્ત’ અને ‘બરસાત’…
ગોંવિંદા પોતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી કમબૅક કરશે લોકો કહેતા રહ્યા કે એ હવે ફિલ્મમાં નહીં દેખાય : ગોવિંદા ૧૯૯૦ના દાયકામાં બોલિવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટારોમાં સ્થાન મેળવનાર ગોવિંદા છેલ્લા કેટલાક વર્ષાેથી ફિલ્મોથી દૂર રહ્યો બોલિવૂડનો ચોકલેટી હિરો ગોવિંદા લાંબા વિરામ બાદ ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરવા તૈયાર છે. ગોવિંદાએ તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નવી ફિલ્મ ‘રૂપા’ની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રસંગે તેણે ફિલ્મનું પ્રથમ પોસ્ટર લોન્ચ કર્યું છે, નવી એક્ટ્રેસ રાની સ્વરાંકરને ફિલ્મની લીડ એક્ટ્રેસ તરીકે રજૂ કરી અને સાથે જ જાહેર કર્યું કે તે આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરે છે. ૧૯૯૦ના દાયકામાં બોલિવૂડના સૌથી લોકપ્રિય સુપરસ્ટારોમાં…
ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જાેરદાર ટ્રોલ કરી ચાહકોનો ચિત્કાર,આલિયા સે તુમ્બાડ ટુ કો બચાઓ સોહમ શાહની ફિલ્મ ‘તુમ્બાડ’ માં નવાઝુદ્દીન સિદ્દિકી બાદ હવે આલિયા ભટ્ટની એન્ટ્રી થતાં ફિલ્મના મૂળ ચાહકોમાં રોષ વ્યાપ્યો ‘તુમ્બાડ ટુ માં આલિયા ભટ્ટનું આગમન થતાં જ તુમ્બાડ ફ્લ્મિના ચાહકોના એક વર્ગે આલિયા ભટ્ટને જાેરદાર ટ્રોલ કરી હતી. આ વર્ગે આલિયા ભટ્ટના કાસ્ટિંગને સાવ ખોટું ગણાવ્યું હતું.એક ચાહકે જણાવ્યું હતું કે ફિલ્મ ‘તુમ્બાડ’ પોતાની કથા કહેવાના અંદાજ, વિઝન અને કલાકારોના જબરદસ્ત કામને કારણે કલ્ટ ક્લાસિક ફિલ્મ બની રહી છે જેને બોલીવૂડના કોઇ મોટા કેમ્પનો સપોર્ટ નહોતો. એક ચાહક તરીકે નિરાશા અ ેવાતની થઇ રહી છે…
અભિનેતા પર રાખ્યું ૫ કરોડનું ઈનામ અભિનેતા આમિર ખાનના લગ્ન વિવાદમાં કૂદ્યા જગદગુરુ પરમહંસ જે ધર્મમાં આપણા દેવી-દેવતાઓની પૂજા હરામ છે, તે આપણા ધર્મની દીકરીઓ કેવી રીતે લઈ શકે? : પરમહંસ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેના એક નિવેદન બાદ નવો વિવાદ શરૂ થયો છે. તેમણે અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન અંગે ટિપ્પણી કરતા તેમને ‘લવ જીહાદના બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવ્યા હતા. હવે આ વિવાદમાં કૂદીને તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગદગુરુ પરમહંસ આચાર્યે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મંત્રીના નિવેદનને સમર્થન આપવાની સાથે આમિર ખાનને મારનાર માટે ૫ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી છે. જગદગુરુ પરમહંસે આક્ષેપ કર્યાે હતો કે, ‘આમિર ખાને…
રશિયા સામે EU ના નવા પ્રતિબંધો પર ર્નિણય ટળ્યા યુરોપિયન યુનિયનના પ્રતિબંધો પર સહમતિ ન બનતા ભારતને રાહત રશિયન તેલ, નિકાસ અને વૈશ્વિક વેપાર પર અનિશ્ચિતતા યથાવત; પ્રતિબંધોના ૨૧મા પેકેજ પર સભ્ય દેશોમાં મતભેદ યુરોપિયન યુનિયન (EU)ના સભ્ય દેશો રશિયા સામેના નવા પ્રતિબંધોના ૨૧મા પેકેજ પર સર્વસંમતિ હાંસલ કરવામાં નિષ્ફળ રહેતા વૈશ્વિક વેપાર ક્ષેત્રમાં નવી ચર્ચા શરૂ થઈ છે. સોમવારે યોજાયેલી વિદેશ મંત્રીઓની બેઠકમાં વિવિધ સભ્ય દેશો વચ્ચે મતભેદ જાેવા મળતાં નવા પ્રતિબંધો અંગે અંતિમ ર્નિણય ટળી ગયો છે. આ વિકાસને ભારત સહિત એવા દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જે રશિયા અને યુરોપિયન બજારો બંને સાથે વ્યાપારી સંબંધો…
ઈરાની વિમાનને માર્ગ બદલવો પડ્યાની માહિતી યમનના સના એરપોર્ટ પાસે મિસાઈલ હુમલાના દાવાથી ચિંતા હૂતી અને સાઉદી સમર્થિત સરકારના વિરોધાભાસી દાવાઓ વચ્ચે વિસ્તારમાં સુરક્ષા સ્થિતિ તંગ; ઘટનાની સ્વતંત્ર પુષ્ટિની રાહ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધ્યો છે. યમનની રાજધાની સનાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાના દાવાઓ બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી છે. સ્થાનિક અહેવાલો અનુસાર, ઈરાનથી આવતું એક મુસાફર વિમાન સના એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે એરપોર્ટના રનવેને નિશાન બનાવી હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જાેકે, આ ઘટનાની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હુમલા બાદ એરપોર્ટ પર ધડાકા સંભળાયા હતા અને રનવે વિસ્તારમાં ધુમાડો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


