- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
સરહદોની સુરક્ષા માટે ભારતનું મોટું પગલું ૧૫ હજાર કરોડના ખર્ચે ભારત બનાવશે હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ ૨૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ મહિનાઓ સુધી ઉડી શકશે એરશિપ; ચીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં મળશે મદદ ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ (High Altitude Airship) વિકસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ શરૂ કરી રહ્યું છે. અંદાજે ૧૫ હજાર કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ સંરક્ષણ મંત્રાલયની ‘મેક-૧‘ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આ સ્વદેશી એરશિપ ૨૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ લાંબા સમય સુધી ઉડાન ભરવામાં સક્ષમ હશે અને સરહદી વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, ગુપ્તચર માહિતી એકત્રિત કરવા તેમજ સંદેશાવ્યવહાર વ્યવસ્થાને વધુ મજબૂત…
E20 વિવાદ વચ્ચે ગડકરીનો અજીબ દાવો સામાન્ય કાર માલિક પોતે પોતાની ગાડીનું માઇલેજ ચેક ન કરી શકે! કારનું સાચું માઇલેજ માત્ર કંપની દ્વારા અધિકૃત ડીલરના મશીનનો ઉપયોગ કરીને જ ચેક કરી શકાય ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલને લઈને દેશમાં ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક સામાન્ય કાર માલિક પોતાની ગાડીનું માઇલેજ ચોક્કસ રીતે જાતે માપી શકતો નથી. આ માટે તેમણે ઓથોરાઇઝ્ડ ડીલર પાસે રહેલા ટેસ્ટિંગ મશીન પર જ ર્નિભર રહેવું જાેઈએ. મંત્રી ગડકરીએ સોમવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી, જ્યાં એક…
ઈઝરાયેલના સૈન્ય દ્વારા પણ ગાઝામાં હુમલો કર્યાનો સ્વીકાર કરાયો ગાઝામાં ઈઝરાયેલી હુમલામાં ૯ વર્ષની બાળકી સહિત ૫ માર્યા ગયા ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ના રોજ શસ્ત્રવિરામ અમલમાં આવ્યા બાદ ઈઝરાયેલના હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો ઈઝરાયેલના સૈન્ય રવિવારે ગાઝામાં કરેલા ભીષણ હુમલામાં ૯ વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા પાંચ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.શિફા હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝા સિટીના સાબ્રા વિસ્તારમાં એક લોખંડના કારખાના પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. ઈઝરાયેલના સૈન્ય દ્વારા પણ આ વિસ્તારમાં હુમલો કર્યાનો સ્વીકાર કરવામાં…
ફેન્સ બોલ્યા – ‘ભાઈજાનનો અંદાજ સૌથી અલગ’ સલમાન ખાનનો નવો ‘કાઉબોય’ લુક સોશિયલ મીડિયા પર વાયરલ! અપૂર્વ લાખિયા દ્વારા ર્નિદેશિત માતૃભૂમિ વોર-ડ્રામા ફિલ્મમાં સલમાન સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં ( બોલીવૂડના ‘ભાઈજાન’ ગણાતા સલમાન ખાન પોતાના કામની સાથે સાથે હંમેશા પોતાના લુક્સને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં સલમાન ખાન મુંબઈના બાંદ્રામાં એક ડબિંગ સ્ટુડિયોની બહાર સ્પોટ થયા હતા, જ્યાં તેમનો ‘કાઉબોય લુક’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાેઈએ શું છે ખાસ સલમાનભાઈના આ લૂકમાં…આ લુકમાં સલમાન ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે લાઈટ કલરની શર્ટ, જેની ઉપરના થોડા બટન ખુલ્લા હતા, તેની…
માત્ર ૧૩ વર્ષની ઉંમરે મને ફિલ્મ માટે પસંદ કરાઈ આપણાં સપનાં આપણાં કરતાં વધુ બહાદુર હોય છે : સંજના સાંઘી સાચી સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિઓમાં નહીં, પરંતુ અન્ય લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં પણ રહેલી છે એક્ટ્રેસ સંજના સાંઘીએ તાજેતરમાં યુએનડીપીના સહયોગથી યોજાયેલા એક વૈશ્વિક કાર્યક્રમમાં પોતાનાં જીવન અને ફિલ્મની સફર અંગે વાત કરી હતી. બાળપણની મુશ્કેલીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે સામનો કરવો પડ્યો એવા પડકારો અને જીવનનાં મહત્વના વળાંકો વિશે વાત કરી હતી. તેણે યુવાનોને પોતાનાં સપનાઓ પર વિશ્વાસ રાખવાનો સંદેશ આપ્યો.સંજના સાંઘીએ જણાવ્યું કે તેની અભિનય સફરની શરૂઆત બિલકુલ અણધારી રીતે થઈ હતી. તેણે કહ્યું, “હું સ્કૂલમાં શાસ્ત્રીય નૃત્ય…
આવતા વર્ષે સલમાન ખાનની બે ફિલ્મ રિલીઝ થઈ શકે છે સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જાે બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય…
અંજલી આનંદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતાં બૉડી શેમિંગ વિશે વાત કરી ‘બેલ બોટમ’માં તો માત્ર મારા ભારે શરીરના કારણે જ મારું કાસ્ટિંગ થયું હતું : અંજલી આનંદ અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જાેક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જાેવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે…
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી આઘાતજનક ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ટાઉનમાં એક ખેડૂતે પાકમાં નુકસાની જવાના કારણે આત્મહત્યા કરી છે. આ મૃતક ખેડૂતના પરિવારને હું સાંત્વના પાઠવું છું અને એમને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે આ કોઈ નિરાકરણ નથી. ભાજપના રાજમાં ખેડૂતોની સ્થિતિ દયનીય છે, એ અમે સમજીએ છીએ. ભાજપની સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમારા રાજમાં ખેડૂતોની આવક બમણી થઈ છે. જો વાસ્તવમાં ગુજરાતના ખેડૂતોની આવક બમણી…
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહ સરકારને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા ખૂંચી રહી છે. ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા ત્યારથી જનતાના પ્રશ્નો, દરેક સમાજના પ્રશ્નો, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય, સનદની જમીન, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને GIDCના પ્રશ્નો ઉઠાવીને મજબૂતાઈથી સરકાર સામે લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. આ જ બાબત ભાજપના નેતાઓને અને આ સરકારને ગમતી નથી. એના જ ભાગરૂપે ચૈતરભાઈ સામે તદ્દન ખોટી એફ.આઈ.આર. (FIR) કરવામાં આવી અને તેમને સાત વર્ષ જેટલી સજા ફટકારવામાં આવી છે. સરકારના આ અન્યાય સામે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ ગામડાઓમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની વિવિધ ખાડીઓમાં થયેલા ગેરકાયદે બાંધકામોને લઈને થયેલા ખાડી પુરાણને કારણે સુરતમાં ભારે વરસાદ અને ખાડી પુરની વિકટ પરિસ્થિતિ માંથી માંડ નીકળેલી પ્રજા માટે હવે આરોગ્ય સંબંધિત ચિંતા ઓ વધવા લાગી છે. પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી,કાદવ અને દુષિત પાણીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ચામડીના રોગના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં શરૂ કરાયેલા આરોગ્ય કેમ્પોમાં અત્યાર સુધી સારવાર માટે આવેલા દર્દીઓમાં સૌથી વધુ ચર્મ રોગના દર્દીઓ નોંધાયા છે. પૂરની સ્થિતિ સામાન્ય બન્યા બાદ પાલિકા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચારો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપી છે. ઉપરાંત નાગરિકોને હોસ્પિટલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


