
સ્કોડાએ ભારતમાં તેના 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ સાથે કંપનીએ અત્યાર સુધીની સૌથી વધુ કાર વેચી છે. ગયા મહિને કંપનીએ 7,422 યુનિટ વેચ્યા હતા. સ્કોડાનો દાવો છે કે આ ભારતમાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ છે. અને આ પાછળ નવી કોમ્પેક્ટ SUV Kylaqનો મોટો હાથ છે. એટલું જ નહીં, કંપનીને સ્લેવિયા અને કુશાકનો પણ ટેકો મળ્યો છે. તાજેતરમાં સ્કોડાએ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. કંપનીએ ભારતમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પહેલી વાર છે કે કંપનીએ કોઈને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ચાલો જાણીએ નવી Kylaq વિશે જેણે સ્કોડાના વેચાણને વેગ આપ્યો.
સ્કોડા Kylaq : કિંમત અને સુવિધાઓ
નવી Skdoa Kylaq એક શાનદાર કોમ્પેક્ટ SUV છે. જેણે આવતાની સાથે જ બજારમાં પોતાની પકડ મજબૂત કરી દીધી છે. આ કારની ડિઝાઇન એકદમ ફ્રેશ લાગે છે. તેનું ફિટિંગ અને ફિનિશિંગ વધુ સારું છે. આ કારમાં ઘણી જગ્યા છે; તેમાં 5 લોકો સરળતાથી બેસી શકે છે. આ કારની સીટો ખૂબ જ આરામદાયક છે. Kylaq માં 270 લિટરની બૂટ સ્પેસ છે જ્યાં તમે તમારી જરૂરી વસ્તુઓ રાખી શકો છો.