
Defence Sector: ભારતના સંરક્ષણ ક્ષેત્રને શક્યતાઓનો મહાસાગર કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ઝડપથી વધી રહેલા સંરક્ષણ ક્ષેત્ર પર છે. વિશ્વની સૌથી મોટી સેનાઓમાં ગણના થતી ભારતીય સેનાની જરૂરિયાતો પૂરી કરવા માટે માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી કંપનીઓ પણ સ્પર્ધા કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 10 વર્ષમાં સંરક્ષણ સાધનો, ટેક્નોલોજી અને સેવાઓનું બજાર અંદાજે $138 બિલિયનનું થઈ જશે.