RBI Bajaj Finance Ltd: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બજાજ ફાઈનાન્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. તમને જણાવી દઈએ કે બજાજ ફાઈનાન્સ દેશની સૌથી મોટી NBFC છે. આરબીઆઈએ બજાજ ફાઈનાન્સને ઈકોમ અને ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ દ્વારા લોન મંજૂર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
RBIએ શા માટે લગાવ્યા નિયંત્રણો?
ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. RBIએ ડિજિટલ લોન માર્ગદર્શિકાની જોગવાઈઓનું પાલન ન કરવા બદલ બજાજ ફાઈનાન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈના આ નિર્ણયને કારણે ચોથા ક્વાર્ટરમાં કંપનીના નફામાં 4 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય કંપનીના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
હવે આરબીઆઈએ આ પ્રતિબંધ હટાવી દીધો છે. આરબીઆઈના આ નિર્ણય પર બજાજ ફાઈનાન્સે કહ્યું કે હવે ઈએમઆઈ કાર્ડ જારી કરવાની સાથે લોનની મંજૂરી અને વિતરણ પણ શરૂ થશે. કંપનીએ આ માહિતી શેરબજારને આપી હતી.
બજાજ ફાઇનાન્સે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું
હવે, અમે જણાવવા માંગીએ છીએ કે RBI એ તેના 2જી મે 2024 ના પત્ર દ્વારા કંપની દ્વારા લેવામાં આવેલા ઉપચારાત્મક પગલાંના આધારે, eCOM અને ઓનલાઈન ડિજિટલ ‘ઈન્સ્ટા EMI કાર્ડ્સ’ પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણયની જાણ કરી છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બેંક તરફથી રાહત મળ્યા બાદ આજે બજારમાં બજાજ ફાઇનાન્સ શેરના ભાવમાં વધારો થવાની ધારણા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેર 0.72 ટકાના ઘટાડા સાથે રૂ. 6881.00 પર બંધ થયા હતા. ગયા વર્ષે 6 ઓક્ટોબરે કંપનીનો શેર રૂ. 8,190.00ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન (બજાજ ફાઇનાન્સ એમ-કેપ) રૂ 4,25,931.37 કરોડ છે.