
ભૂત બંગલા ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા ઓટીટી ઉપર ધમાલ મચાવશે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એક હોરર કોમેડી ફિલ્મ છે : આ ફિલ્મની ધીમી ગતિએ કમાણી
અક્ષય કુમારની કોમેડી ડ્રામા ફિલ્મ ભૂત બંગલા બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે. આ ફિલ્મ રિલીઝ થઈ તેને એક વીક પણ નથી થયું ત્યાં તો લોકો એ જાણવા આતુર થઈ ગયા છે કે ફિલ્મ સિનેમા ઘર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે?
જાેકે આ પહેલી વખત નથી કોઈ લોકો ભૂત બંગલાની ઓટીટી રિલીઝ અંગે જાણવા માંગતા હોય. કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ થાય તેના થોડા સમય પછી ઓટીટી પર આવી જતી હોય છે. જેના કારણે એવા લોકોનો વર્ગ પણ મોટો છે જેઓ નવી ફિલ્મો ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જાેતા હોય છે.
પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભૂત બંગલાને લઈને પણ આ મહત્વની જાણકારી સામે આવી છે. સિનેમા ઘરો પછી વધુસુર કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવશે તે જાણવા લોકોમાં ઉત્સુકતા છે. ભુત બંગલા ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે જાણકારી સામે આવી ચૂકી છે. સિનેમા ઘરો પછી ભૂત બંગલા ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે. ભૂત બંગલા ફિલ્મનું ડિજિટલ પાર્ટનર નેટફ્લિક્સ છે તેથી આ ઓટીટી પ્લેટફોર્મ પર અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થશે.
અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા ઓટીટી પર કઈ તારીખે રિલીઝ થશે તે અંગે કોઈ જ જાણકારી સામે આવી નથી પરંતુ એ કન્ફર્મ છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા મળશે. સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તેના ૪૫ દિવસ પછી ઓટીટી પર આવતી હોય છે.. ભુત બંગલા ફિલ્મ એપ્રિલ એન્ડ માં રિલીઝ થઈ છે તેથી અનુમાન છે કે જુલાઈ મહિના સુધીમાં આ ફિલ્મ ઓટીટી પર જાેવા મળી શકે છે..
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મે ધીમી ગતિએ કમાણીની શરૂઆત કરી હતી. ફિલ્મ માટે દર્શકોનો મિશ્ર પ્રતિસાદ જાેવા મળે છે. જાેકે ધીમી ગતિએ પણ આ ફિલ્મ ૧૦૦ કરોડ ની નજીક પહોંચી ચૂકી છે.
ભારતના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મનું ગ્રોસ કલેક્શન ૯૭.૭૫ કરોડ થયું હોવાનું સામે આવ્યું છે. અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલાનું બજેટ ૧૨૦ કરોડનું હતું. અને આ ફિલ્મે વર્લ્ડ વાઈડ કલેક્શન ૧૧૮ કરોડનું કરી લીધું છે.





