
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ અર્શદીપ સિંહ પહેલીવાર રુમર્ડ ગર્લફ્રેન્ડની સાથે જાેવા મળ્યો સમરીન કૌર મિસ ઈન્ડિયા જમ્મુ-કાશ્મીર રહી ચૂકી છે, તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા વ્યાપક ઓળખ મળી અર્શદીપ સિંહ અત્યાર સુધી મુખ્યત્વે ક્રિકેટના મેદાન પર તેની બોલિંગના કારણે ચર્ચામાં રહેતો હતો. જાે કે, છેલ્લા કેટલાક સમયથી તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે.
અર્શદીપ સિંહનું નામ હવે એક પંજાબી મોડેલ અને અભિનેત્રી સાથે જાેડાઈ રહ્યું છે. અર્શદીપ તાજેતરમાં જ આ પંજાબી મોડેલ સાથે એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
થોડા દિવસો પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સોશિયલ મીડિયા પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તે એક છોકરીનો હાથ પકડેલો જાેવા મળ્યો હતો. છોકરીના હાથ પર દેખાતા ટેટૂના આધારે ચાહકોએ અનુમાન લગાવ્યું હતું કે તે પંજાબી મોડેલ અને અભિનેત્રી સમરીન કૌર છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં અર્શદીપ સિંહ અને સમરીન એરપોર્ટ પર જાેવા મળી રહ્યા છે. બંને પંજાબ કિંગ્સ ટીમ સાથે જાેવા મળી રહ્યા છે.
ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સાથે મુસાફરી કરીને આ જાેડીએ એક રીતે તેમના સંબંધની પુષ્ટિ કરી છે. જાેકે, બંનેમાંથી કોઈએ આ બાબત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપી નથી. સમરીન કૌર અગાઉ પણ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સની મેચ જાેતી જાેવા મળી છે. આ પહેલીવાર છે જ્યારે અર્શદીપ સિંહનું નામ કોઈની સાથે જાેડવામાં આવ્યું છે.
સમરીન કૌર મિસ ઈન્ડિયા જમ્મુ-કાશ્મીર રહી ચૂકી છે. જાેકે, તેને પંજાબી મ્યુઝિક વીડિયો દ્વારા વ્યાપક ઓળખ મળી છે. સમરીન કૌરે બોલિવૂડ ફિલ્મ ૮૩માં પણ નાની ભૂમિકા ભજવી હતી. વધુમાં તેણે નેઇલ પોલિશ નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું. સમરીન હાલમાં બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે.
અર્શદીપ સિંહની વાત કરીએ તો તે પંજાબ કિંગ્સ ટીમનો એક મહત્વપૂર્ણ સભ્ય છે. ૨૦૨૬ની આઈપીએલ સીઝનમાં અત્યાર સુધી પંજાબ કિંગ્સ ટીમ અપરાજિત છે, એક પણ મેચ હાર્યું નથી.





