
માત્ર સિંગિંગ જ નહીં…બિઝનેસમાંથી પણ મોટી કમાણી આશા ભોંસલે પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા……. તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે : પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી આશા ભોંસલેનું નિધન થયું છે, તેમણે રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બોલીવુડમાં ‘ક્વીન ઓફ મેલોડી‘ તરીકે જાણીતા આશા તાઈનું ૯૨ વર્ષની વયે નિધન થયું. તેમને કાર્ડિયાક અરેસ્ટને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું. આશા ભોંસલેની ગણતરી દેશની સૌથી વધુ કમાણી કરતી મહિલા ગાયિકાઓમાં થતી હતી. વધુમાં તેમણે માત્ર સિંગિંગ દ્વારા જ નહીં પરંતુ તેમના રેસ્ટોરન્ટ બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી કરતા હતા. ત્યારે તેમની કુલ સંપત્તિ પર એક નજર કરીએ
બોલીવુડની ટોચની પ્રતિષ્ઠિત હસ્તીઓમાં સ્થાન મેળવનાર આશા ભોંસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ મહારાષ્ટ્રના સાંગલીના ગોર ગામમાં થયો હતો. તેમણે પોતાની ગાયકી કારકિર્દીની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે ૧૯૪૩માં કરી હતી અને પોતાની કારકિર્દી દરમિયાન ૧૨,૦૦૦થી વધુ ગીતો ગાયા હતા. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ રૂ.૮૦ કરોડથી રૂ.૧૦૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. સ્વર્ગસ્થ આશા ભોંસલે મુંબઈ અને પુણે સહિત વિવિધ શહેરોમાં વૈભવી ઘરો ધરાવતા હતા જેની કિંમત કરોડો રૂપિયા હતી. તેમની સંપત્તિનો અંદાજ એવા અહેવાલો પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે જ તેમણે પુણેમાં એક એપાર્ટમેન્ટ આશરે રૂ.૬ કરોડમાં વેચ્યું હતું. આ માહિતી ઝ્રઇઈ મેટ્રિક્સ દ્વારા પૂરા પાડવામાં આવેલા મિલકત નોંધણી દસ્તાવેજાે દ્વારા બહાર આવી હતી. તેમણે આ એપાર્ટમેન્ટ ૨૦૧૩માં ખરીદ્યું હતું. તેમનું મુખ્ય નિવાસસ્થાન દક્ષિણ મુંબઈમાં ‘પ્રભુકુંજ‘ એપાર્ટમેન્ટ સંકુલ છે, જેની કિંમત પણ કરોડોમાં છે.
એવું માનવામાં આવે છે કે આશા ભોંસલેની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો સિંગિંગની કમાણીમાંથી આવે છે. તેમની ગાયકી કારકિર્દી ઉપરાંત તેમણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ રોકાણ કર્યું હતું. આ સાહસમાંથી થતી આવક સતત તેમની નેટવર્થની વૃદ્ધિમાં ફાળો આપે છે.
આશા ભોંસલેએ ૨૦૦૨માં રેસ્ટોરન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો, જ્યારે તેમણે દુબઈના વાફી મોલમાં એક ભારતીય રેસ્ટોરન્ટ ખોલ્યું, જેનું નામ ‘આશા‘ હતું. ત્યારબાદ તેમણે આ બિઝનેસનો સતત વિસ્તાર કર્યો. એક યુટ્યુબ ચેનલ પર તેમણે પોતે ઉલ્લેખ કર્યો કે તેઓ વિશ્વભરમાં ઘણી રેસ્ટોરન્ટની માલિકી ધરાવે છે. દુબઈ ઉપરાંત તેમના પોર્ટફોલિયોમાં કુવૈતમાં પાંચ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. દોહા (કતાર), બહેરીન અને અબુ ધાબી જેવા મધ્ય પૂર્વીય દેશો ઉપરાંત તેમની પાસે લંડન અને માન્ચેસ્ટરમાં એક-એક રેસ્ટોરન્ટ છે, જ્યારે બર્મિંગહામ બે ‘આશા‘ રેસ્ટોરન્ટ છે.





