ફિલ્મને આશરે ૩૦૦ કરોડનું નુકસાન થયું ‘ટૉક્સિક’ ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી ૩૧૨.૫૦ કરોડમાં સમેટાઈ ગઈ આંધ્ર પ્રદેશ-તેલંગાણા સર્કિટમાં ૨૯ કરોડ, તમિલનાડુમાં ૧૧.૫૦ કરોડ, કેરળમાં ૩.૭૫ કરોડ અને હિન્દી રાજ્યોમાં ૧૪૯ કરોડની કમાણી કરી
યશની ફિલ્મ ‘ટૉક્સિક’નાં થિયેટરમાં દિવસો હવે લગભગ પુરા થઈ ગયા છે. ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ૩૧૨.૫૦ કરોડની કમાણી નોંધાવી છે. ભારતમાં ફિલ્મની કમાણી ૨૬૬.૭૫ કરોડ રહી, જ્યારે વિદેશી બજારમાંથી તેને ૪.૮૦ મિલિયન ડૉલર એટલે કે આશરે ૪૫.૫૦ કરોડ મળ્યા છે.ફિલ્મે ભારતમાં શરૂઆતના દિવસે ૧૧૨ કરોડની જાેરદાર કમાણી કરી હતી. જાેકે, દર્શકો તરફથી મળેલા નબળા પ્રતિસાદની અસર બીજા દિવસથી જ બોક્સ ઓફિસ પર જાેવા મળી હતી. ત્યારબાદ વર્કિંગ ડેઝમાં કલેક્શન નોંધપાત્ર રીતે ઘટ્યું હતું. ફિલ્મે પહેલા લાંબા વીકેન્ડમાં ૨૫૬ કરોડની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ‘ટૉક્સિક’ મોટાભાગના સિનેમાઘરોમાંથી બહાર થઈ ગઈ અને તેની કમાણી માત્ર ૯ કરોડ રહી. હવે ત્રીજા વીકએન્ડમાં ફિલ્મનું કલેક્શન ૭૫ લાખથી થોડું વધુ રહેવાની શક્યતા છે, જેમાં મોટો હિસ્સો કર્ણાટકમાંથી આવ્યો છે. પ્રદેશવાર વાત કરીએ તો કર્ણાટકમાં ૭૩.૫૦ કરોડ, આંધ્ર પ્રદેશ-તેલંગાણા સર્કિટમાં ૨૯ કરોડ, તમિલનાડુમાં ૧૧.૫૦ કરોડ, કેરળમાં ૩.૭૫ કરોડ અને હિન્દી રાજ્યોમાં ૧૪૯ કરોડની કમાણી કરી છે.બોક્સ ઓફિસની કામગીરી ઉપરાંત ફિલ્મના આર્થિક પરિણામને લઈને પણ અહેવાલોમાં મોટા નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફિલ્મને આશરે ૩૦૦ કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.




