
હું સંપૂર્ણપણે આ દુનિયા માટે અજાણ્યો છું.જે થયું હોય તે સ્વીકારી લેવું બહુ જરૂરી છે : આમિર ખાન.આમિર ખાનની છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આમિર ખાનની છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.આમિર ખાને તાજેતરમાં પોતાની નિષ્ફળ ફિલ્મો અને દર્શકો દ્વારા નકારવામાં આવેલા પ્રોજેક્ટ્સની નિષ્ફળતાને તે કેવી રીતે સંભાળે છે તે અંગે ખુલીને વાત કરી છે. આમિરે જણાવ્યું કે જ્યારે કોઈ ફિલ્મ અપેક્ષા મુજબ પ્રદર્શન કરતી નથી ત્યારે સૌથી પહેલું અને મહત્વનું પગલું એ હકીકતને સ્વીકારવાનું હોય છે.તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આમિરે એવી ફિલ્મો વિશે ખુલાસો કર્યાે જે દર્શકો સાથે જાેડાઈ શકી નહોતી. પોતાના અભિગમ અંગે વાત કરતાં તેણે કહ્યું, “હું સૌથી પહેલું જે કરું છું તે છે તેને સ્વીકારવું. શું થયું છે તેને સ્વીકારવું ખૂબ જ મહત્વનું છે. મને લાગે છે કે જ્યારે કોઈ ફિલ્મ ચાલતી નથી ત્યારે અંતિમ સત્ય ખુબ સરળ છે — કે ફિલ્મ કામ કરી શકી નહીં.”આમિરે આગળ સમજાવ્યું કે દરેક નિષ્ફળ ફિલ્મને તે એક એવા સર્જનાત્મક પઝલ તરીકે જુએ છે જેને સમજવાની જરૂર હોય છે, ટાળવાની નહીં. તેણે કહ્યું, “આ પઝલ ઉકેલવા જેવું છે, પણ તમે સમજવાનો પ્રયાસ કરો છો કે એવું કેમ થયું.”આમિરના જણાવ્યા મુજબ, ફિલ્મ રિલીઝ પહેલાં તે પોતાના દિગ્દર્શકો સાથે એક મહત્વની ચર્ચા જરૂર કરે છે — શું ટીમે શરૂઆતમાં જે સર્જનાત્મક દ્રષ્ટિકોણ રાખ્યો હતો તે સફળતાપૂર્વક હાંસલ કર્યાે કે નહીં. તેણે ઉમેર્યું, “હું મારા દિગ્દર્શકો સાથે ઘણીવાર ફિલ્મ રિલીઝ પહેલાં ચર્ચા કરું છું. શું આપણે ખરેખર એ ફિલ્મ બનાવી શક્યા જે બનાવવા નીકળ્યા હતા? રિલીઝ પહેલાં અમને કેટલું સફળ લાગ્યું? આ ખૂબ જ મહત્વની ચર્ચા છે, કારણ કે પછી તમે ફિલ્મને સર્જનાત્મક રીતે પરખી શકો છો.”આ ઉપરાંત, સ્ક્રીન સાથેની બીજી એક વાતચીતમાં આમિરે ફિલ્મ માર્કેટિંગમાં વર્ષાે દરમિયાન આવેલા મોટાં પરિવર્તન અંગે પણ વાત કરી હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના ઉદય પછીનો વર્તમાન પ્રમોશનલ માહોલ તેના માટે ક્યારેક સમજવો મુશ્કેલ બની જાય છે તેવું તેણે સ્વીકાર્યું છે.પોતાની ડેબ્યુ ફિલ્મ કયામત સે કયામત તકના સમયની તુલનામાં આજના સમય વિશે વાત કરતાં આમિરે કહ્યું, “મને લાગે છે કે આ વર્ષાે દરમિયાન બધું ઘણું બદલાઈ ગયું છે, ખાસ કરીને સોશિયલ મીડિયા આવ્યા પછી. હું એવો માણસ છું જેને આ દુનિયા બિલકુલ સમજાતી નથી. હું સંપૂર્ણપણે આ દુનિયા માટે અજાણ્યો છું, જાણે હું આ દુનિયાનો જ નથી.”આમિર ખાનની છેલ્લી થિયેટ્રિકલ રિલીઝ સિતારે જમીન પર બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. જાેકે, તેના તાજેતરના કેટલાક પ્રોડક્શન પ્રોજેક્ટ્સ, જેમ કે હેપ્પી પટેલ ખતરનાક જાસુસ અને એક દિન બોક્સ ઓફિસ પર ખાસ સફળતા મેળવી શક્યા નથી.





