
જેનિફરને પોતાના કેટલાક જૂના ઈન્ટરવ્યૂ ક્ષોભજનક લાગી રહ્યા છે.જેનિફર લોરેન્સ પોતાની જ ફિલ્મો શા માટે જાેતી નથી?.રસેલે મને અભિનય કેવી રીતે કરવો તે હકીકતમાં શીખવ્યું. તેની સાથે કામ કરી ચૂકેલા અન્ય કલાકારો માટે હું સંવેદનશીલ છ.ઓસ્કાર એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જેનિફર લોરેન્સે પોતાને પોતાની જ ફિલ્મો મોટા પડદા પર જાેવાનો આનંદ શા માટે નથી થતો તે અંગે ટિપ્પણી કરી છે. લિયોનાર્ડાે ડી કેપ્રિયો સાથેની વાતચીત દરમિયાન જેનિફરે પોતાને થિયેટરમાં જાેવાનું શા માટે તેને પસંદ નથી તેનો ખુલાસો કર્યાે હતો. તેણે જણાવ્યું કે, ના, મને મારી ફિલ્મો જાેવાનું પસંદ નથી. મે ટાઈટેનિક જેવી મહાન ફિલ્મ નથી બનાવી- જાે મે બનાવી હોત, તો હું ચોક્કસ તેને મોટા પડદે જાેવાનું પસંદ કરત. એક વખત જ્યારે મે દારૂ પીધા બાદ અમેરિકન હસલ ફિલ્મ શરૂ કરી હતી. ફિલ્મ જાેતી વખતે મને અચરજ થયું કે, શું હું ખરેખર સારી એક્ટિંગ કરી રહી છું. મે સમગ્ર ફિલ્મ જાેઈ લીધી પરંતુ મને મારા સવાલનો જવાબ મળ્યો નહતો.૩૫ વર્ષીય હોલિવૂડ એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે, ડેવિડ ઓ. રસેલ સાથે કામ કરતી વખતે મે અભિનય વિશે ઘણું શીખ્યું હોવાનું મને લાગે છે.
ડેવિડ રસેલ સિલ્વર લાઈનિંગ પ્લેબુક, અમેરિકન હસલ અને જાેય સહિતની ફિલ્મોના ડાયરેક્ટર છે.રસેલે મને અભિનય કેવી રીતે કરવો તે હકીકતમાં શીખવ્યું. તેની સાથે કામ કરી ચૂકેલા અન્ય કલાકારો માટે હું સંવેદનશીલ છું. મને ખબર છે કે, તે (રસેલ) કઠોર છે. તે લોકો સાથે ઘણી કડક રીતે વર્તે છે. હું સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી મને ખરેખર તેના વિશે એવું બિલકુલ લાગ્યું નહીં, પરંતુ મને તે એક સખત કોચ હોવાનું લાગ્યું હતું. તેમનું મારી સાથેનું વર્તન મને બિલકુલ સીધું લાગ્યું હતું. મે સિલ્વર લાઈનિંગ ફિલ્મ કરી ત્યારે હું ૨૧ વર્ષની હતી અને મને ત્યારે જીવિત હોવાનો અહેસાસ થયો હતો. તે મારા પર બૂમો પાડતા હોવાનું મે ક્યારેય અનુભવ્યું નથી. હું ઘણી લાગણીશીલ છું અને મારી આસપાસ લોકો ફરે તે મને પસંદ નથી. જેનિફરના મતે તેને વર્તમાન સમયે પોતાના કેટલાક જૂના ઈન્ટરવ્યૂ ક્ષોભજનક લાગે છે. તેણે કહ્યું કે, તે સમયે ઈન્ટરવ્યૂ વખતે હું રક્ષણાત્મક અભિગમ અપનાવતી હતી. શા માટે કેટલાક લોકો ત્યારે મને સ્વીકારતા નહતા તે હું અત્યારે સારી રીતે સમજી ગઈ છું. પરંતુ હકીકતમાં તે જ મારું સાચું વ્યક્તિત્વ હતું અને સાથે હું રક્ષણાત્મક પણ હતી. હું તે વખતના ઈન્ટરવ્યૂ અને જેનિફરને કંટાળાજનક ગણું છું.




