
આજે કંગનાનું નામ ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં શામેલ.પહેલી કિસ કરતી વખતે કંગનાની હાલત થઈ ગઈ હતી ખરાબ.કંગના ૪૦ વર્ષની ઉંમરમાં પણ સિંગલ લાઇફ એન્જાેય કરે છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌત સામાન્ય રીતે કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ૨૩ માર્ચના રોજ કંગના રનૌતે ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસને અનેક ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા બર્થડે વિશ કરી . આમ, આજે અમે તમને કંગનાના ફર્સ્ટ કિસના અનુભવ વિશે જણાવીશું. એક્ટ્રેસે પોતે આ વાત એક ઇન્ટવ્યૂમાં જણાવી હતી.
કંગના રનૌત તેની જબરદસ્ત એક્ટિંગની સાથે તેના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે અલગ-અલગ મુદ્દાઓ પર કંગના અનેક વાતો કરતી હોય છે. તો જાણો કંગનાના આ રસપ્રદ કિસ્સા વિશે. કંગના રનૌતે એકવાર ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ફર્સ્ટ કિસ વિશેનો અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું હતું કે, “મારી પહેલી રિલેશનશિપ ત્યારે થઈ જ્યારે હું ૧૭-૧૮ વર્ષની હતી. હું ત્યારે ચંડીગઢમાં હતી. મારી એક મિત્ર ડેટ પર ગઈ હતી અને પછી મારી દોસ્તી એક ફ્રેન્ડ સાથે થઈ.”
કંગનાએ જણાવ્યું કે, મારી ફ્રેન્ડનો ડેટ ફ્રેન્ડ એક પંજાબી છોકરો હતો, જેની ઉંમર ૨૮ વર્ષ હતી અને હું ૧૭-૧૮ વર્ષની હતી. તેણે મને કહ્યું કે તું તો બાળકી છે. આ વાત પરથી હું સમજી ગઈ હતી કે આ બધા માટે હું નવી છું અને મને ત્યારે ખૂબ દુ:ખ થયું હતું.
કંગનાએ આગળ જણાવ્યું કે, મને પર્સનલી એવું લાગ્યું હતું કે હું ખૂબ જનૂની લવર છું. હું તેને મેસેજ કરતી હતી પરંતુ કિસ નહોતી કરી શકતી. આ માટે હથેળી પર કિસ કરવાની પ્રેક્ટિસ કરી હતી. મારી પહેલી કિસ એકદમ જાદુઈ હતી. મારી પહેલી કિસ અજીબ રહી હતી. હું ત્યાંથી હલી પણ શકતી નહોતી. આમ, કંગના તેની પહેલી કિસ વિશે આજે પણ ભૂલી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈના પાલી હિલમાં એક્ટ્રેસની પાસે એક મોટી ઓફિસ છે, જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય મનાલીમાં કંગના રનૌતનું એક કેફે પણ છે જેની કિંમત પણ ખૂબ વધારે છે. સાંસદ તરીકે કંગનાને ૧ લાખ રૂપિયાનો પગાર પણ મળે છે. આમ, કંગના આજે પણ તેની એક્ટિંગથી ફેન્સને ફિદા કરી દે છે.





