
લોકો તમારા કામને યાદ રાખે એ જરૂરી છે સ્ટારડમ એટલે દર્શકો સાથેનું જાેડાણ, વિશ્વાસ અને પ્રેમ : પંકજ ત્રિપાઠી પંકજ ત્રિપાઠીએ ગેંગ્સ ઓફ વાસેપુર, મિર્ઝાપુર, સ્ત્રી અને બરેલી કી બરફી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી
ફિલ્મો અને ઓટીટી શોમાં નાના રોલ્સથી શરૂઆત કરીને આજે ઇન્ડસ્ટ્રીના સૌથી માનનીય અભિનેતાઓમાં સ્થાન મેળવનાર પંકજ ત્રિપાઠીએ ગેંગ્સ ઓફ વાસેપુર, મિર્ઝાપુર, સ્ત્રી અને બરેલી કી બરફી જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે. જાેકે, તાજેતરમાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે તેઓ હજુ પણ પોતાને સ્ટાર માનતા નથી, ભલે તેમનું બેંક બેલેન્સ કંઈક બીજું કહેતું હોય.સ્ટારની પોતાની વ્યાખ્યા વિશે વાત કરતાં પંકજે કહ્યું, “મારા માટે સ્ટારડમ એટલે લોકોનો પ્રેમ, લાગણી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ. કારણ કે બ્રાન્ડ્સ તમારા સુધી ત્યારે જ પહોંચે છે જ્યારે તમે સ્ટાર હોવ. તેઓ માત્ર સારા અભિનેતાઓ સુધી નથી પહોંચતા, તેઓ સ્ટાર્સ સુધી પહોંચે છે. માર્કેટની દ્રષ્ટિએ આ એક વ્યાખ્યા છે, પરંતુ મારા માટે સ્ટારડમ એટલે દર્શકો સાથેનું જાેડાણ, વિશ્વાસ અને પ્રેમ.”જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાને સ્ટાર માને છે, ત્યારે પંકજે જવાબ આપ્યો, “મને લાગે છે કે મારા બેંક અકાઉન્ટને એવું લાગે છે, પરંતુ મને નથી લાગતું. સ્ટારડમ માટે લોકપ્રિયતા મહત્વની છે. પરંતુ લોકપ્રિયતા સાથે યાદ રહી જવું પણ એટલું જ જરૂરી છે. લોકો તમારા કામને યાદ રાખે એ જરૂરી છે. માત્ર લોકપ્રિય હોવું પૂરતું નથી; બદનામી પણ લોકપ્રિયતા લાવી શકે છે. નામ હોવું જાેઈએ, પરંતુ એવું નામ હોવું જાેઈએ જે યાદ રહી જાય. મેં ક્યારેય લોકપ્રિય બનવાનો પ્રયત્ન કર્યાે નથી, પરંતુ યાદગાર બનવાનો પ્રયત્ન ચોક્કસ કર્યાે છે.”





