
પહેલા ભાગ પછી પ્રીકવલ રજૂ કરાશેપ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશેઆ ફિલ્મ એક સૈનિકની વીરતા પર આધારિત હશે અને તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશમૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જાેવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજાે ભાગ પ્રીકવલ હશે.
આ ફિલ્મમાં પ્રભાસ એક સૈનિકના રોલમાં જાેવા મળશે. એક રીતે ‘ફૌજી’માં ‘કાંતારા’ની નકલ કરવામાં આવી છે. ‘કાંતારા’માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ હતી. રાઘવપુડ્ડીએ કહ્યું હતું કે, આ ફિલ્મ એક સૈનિકની વીરતા પર છે. તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશે.




