
ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી એકટર રામ ચરણે જસપ્રીત બુમરાહથી માફી માંગી! રામ ચરણે જસપ્રીત બુમરાહને ક્રિકેટના બદલે ભૂલથી ફૂટબોલ રમત સાથે જાેડી દીધા હતા : વીડિયો વાયરલ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ પોતાની આગામી ફિલ્મ પેદ્દીના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતી વખતે રામ ચરણે ભારતીય ક્રિકેટરોના જાેરદાર વખાણ કર્યા હતા, પરંતુ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી.
રામ ચરણે જસપ્રીત બુમરાહને ક્રિકેટના બદલે ભૂલથી ફૂટબોલ રમત સાથે જાેડી દીધા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રામ ચરણે તાત્કાલિક બુમરાહની માફી માંગી છે અને આ ગેરસમજને ભારે ભીડ વચ્ચે ઉત્સાહમાં થયેલી એક માનવીય ભૂલ ગણાવી છે. રસપ્રદ વાત એ છે કે, આ જ કાર્યક્રમમાં સ્ટેજ પરથી જનતાને સંબોધિત કરતી વખતે તેમણે મધ્યપ્રદેશને બદલે બિહાર કહી દીધું હતું. તેમણે સ્ટેજ પરથી કહ્યું, “અમારા બિહારના લોકો, બિહારના લોકો… તમે મારી સાથે છો ને?” ભોપાલના આ કાર્યક્રમમાં રામ ચરણને ભારતીય ક્રિકેટરો વિશે થોડા શબ્દોમાં અભિપ્રાય આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની કારકિર્દીને એક લાંબી અને મહાન સફર ગણાવી હતી. મહેન્દ્ર સિંહ ધોની માટે તેમણે શાંત અને કૂલ શબ્દ વાપર્યો હતો, જ્યારે રોહિત શર્માને દરેક વ્યક્તિનો મનપસંદ માણસ ગણાવ્યો હતો. જાેકે, જેવું વિરાટ કોહલીનું નામ સામે આવ્યું, રામ ચરણે ઉત્સાહમાં આવીને ફક્ત એક જ શબ્દ કહ્યો—ફાયર!
સ્ટેજ પર થયેલી આ ભૂલનો વીડિયો વાયરલ થયા બાદ, રામ ચરણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ શેર કરીને જસપ્રીત બુમરાહની માફી માંગી હતી. રામ ચરણે લખ્યું કે “ઉફ્ફ… હું ક્યારેક-ક્યારેક નામો અને વિગતોને લઈને વસ્તુઓ ભૂલી જાઉં છું. આ ગડબડ બદલ હું જસપ્રીત બુમરાહ જીની ક્ષમા માંગુ છું. આટલા ઉત્સાહ અને મોટી ભીડની વચ્ચે આ માત્ર એક માનવીય ભૂલ હતી.”
રામ ચરણે આગળ ઉમેર્યું કે, તેઓ બુમરાહનું ખૂબ સન્માન કરે છે અને રમત પ્રત્યેના તેમના પ્રદાનની પ્રશંસા કરે છે. જાેકે, સુપરસ્ટારની આ ભૂલ બાદ તેમના ચાહકો પણ તેના સમર્થનમાં આવ્યા હતા.
એક યુઝરે સોશિયલ મીડિયા પર મજાકિયા અંદાજમાં લખ્યું, “રામ ચરણે બુમરાહને ફૂટબોલના લેજન્ડ બનાવી દીધા! પરંતુ જે આત્મવિશ્વાસ સાથે તેણે આ વાત કહી, તે અંદાજ મને ખૂબ ગમ્યો.”





