
હાઈટેક સુવિધાઓથી લેસ હશે ટાઉનશિપ.સલમાન ખાનનો ૧૦૦૦૦ કરોડનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનતેની કંપની દ્વારા સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે.બોલિવૂડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને એક મોટો પ્લાન બનાવ્યો છે. આ કોઈ ફિલ્મ સાથે જાેડાયેલો નથી, પરંતુ આ તેનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે.
તેની કંપની સલમાન ખાન વેન્ચર્સ આવનારા દિવસોમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આ મોટી રકમથી સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે. તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે એક્ટર દ્વારા કરવામાં આવી રહેલા રોકાણ અંગેની જાણકારી સામે આવી છે.
અહેવાલ પ્રમાણે સલમાન ખાન વેન્ચર્સ (SKV) દ્વારા તેલંગાણામાં બનાવવામાં આવનાર આ ટાઉનશિપમાં ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓ હશે. તેમાં ચેમ્પિયનશિપ ગોલ્ફ કોર્સ, હાઈ લેવલ એન્ટરટેઈનમેન્ટ સુવિધાઓ, રેસ કોર્સ, નેચર ટ્રેલ્સ અને પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હશે. આ ઉપરાંત સલમાન ખાનના ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સને મોટા ફોર્મેટના પ્રોડક્શન, OTT કન્ટેન્ટ, પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવશે.
સલમાન ખાનની કંપની જીદ્ભફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ટાઉનશિપ અને ફિલ્મ સ્ટુડિયોથી રાજ્યમાં ઈકોનોમિક એક્ટિવિઝને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા, પર્યટનને આકર્ષિત કરવા અને રાજ્યના વ્યાપક અર્બન ડેવલપમેન્ટ રોડમેપમાં યોગદાન આપવાની અપેક્ષા છે. અહેવાલ પ્રમાણે તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પહેલા દિવસે તેલંગાણા સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા ૨.૪૩ લાખ કરોડ રૂપિયાના કરારોમાં સલમાન ખાન વેન્ચર્સનું રોકાણ પણ સામેલ છે.
સલમાન ખાનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે અપૂર્વ લાખિયાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં ચિત્રાંગદા સિંહ સાથે જાેવા મળશે.
Salman Khan Ventures ઉપરાંત તેલંગાણામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ પણ રોકાણ કરી રહી છે. અહેવાલ પ્રમાણે ્સ્ય્ ૪૧,૦૦૦ કરોડ ખર્ચ કરીને આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્માર્ટ ટેકનોલોજી સેન્ટર સ્થાપિત કરશે.
આ ઉપરાંત અન્ય રોકાણકારો અંગે વાત કરીએ તો બ્રુકફિલ્ડ-એક્સિસ વેન્ચર્સ કન્સોર્ટિયમએ પ્રસ્તાવિત ઈન્ડિયા ફ્યુચર સિટીમાં ૭૫,૦૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ ઉપરાંત GMR ગ્રુપે એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં ૧૫,૦૦૦ કરોડના રોકાણ માટે એક કરાર કર્યો છે.




