
મારા જ પૈસા પાછા નથી મળ્યા : શિલ્પા.૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું.કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં મારી ભૂમિકા નહોતી.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પોલીસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની છે. એવામાં અભિનેત્રીએ સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે અને એક મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. શિલ્પા શેટ્ટીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું, કે આ કેસમાં મારું નામ જાેડવાના પ્રયાસ જાેઈને દુ:ખ થાય છે. કંપનીમાં હું નોન-એક્ઝિક્યુટિવ પદ પર હતી. ફાઈનાન્સના કોઈ પણ ર્નિણયમાં મારી ભૂમિકા નહોતી.
મારા પરિવારે કંપનીને ૨૦ કરોડ રૂપિયાની લોન આપી હતી જે હજુ સુધી પાછી નથી મળી. નોંધનીય છે કે એક વેપારીનો આરોપ છે કે તેણે રાજ કુન્દ્રાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડને ૬૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. પણ પૈસા પાછા આપવાની સ્થિતિમાં શિલ્પાએ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું. નોંધનીય છે કે ૧૮ ડિસેમ્બરે એવા સમાચારો વહેતા થયા હતા કે શિલ્પા શેટ્ટીના નિવાસ સ્થાને આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. જે મામલે તેમના વકીલે જવાબ આપતા કહ્યું છે, કે કોઈ દરોડા નથી પડ્યા. આવકવેરા તરફથી એક નિયમિત કાર્યવાહી કરાઈ હતી.




