
સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ કરતા હતા ત્યારે દુર્ઘટના.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધનઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા, જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છ.બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેઓ સિંગાપુરમાં હતા અને ત્યાં તેઓ સ્કૂબા ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો અને તેઓ કાયમ માટે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા હતા. જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી તેમના પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છે. તેમના નિધનને લઈને આજે બોલિવૂડને મોટી ખોટ પડી છે તેવું કહી શકાય.
અસમના કેબિનેટ મંત્રી અશોક સિંઘલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું અમારા પ્રિય ઝુબિન ગર્ગનું સમય પહેલા નિધન થવા પર ઘણું દુ:ખ થયું છે. અસમે ના માત્ર તેમનો અવાજ નથી ગુમાવ્યો તેઓ અમારા ધબકારા હતા. ઝુબિન માત્ર એક ગાયક ન હતા પરંતુ તેઓ દેશનું ગૌરવ હતા. તેમના ગીતોએ આપણી સંસ્કૃતિને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી.
તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને તેમની વિરાસત હંમેશા પ્રેરણા આપતી રહે. ઓમ શાંતિ.
મીડિયા રિપોર્ટ અનુસાર ઝુબિન ગર્ગ જ્યારે સ્કૂબા ડાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસે તુરંત તેમને દરિયામાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ તેઓ તેમને ન બચાવી શક્યા.
ઉલ્લેખનીય છે કે ઝુબિન ગર્ગ સિંગાપુર નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા માટે પહોંચ્યા હતા. જાેકે તેઓ ત્યાં પર્ફોર્મ કરે તે પહેલા આ અકસ્માત સર્જાયો. તેમના નિધનને લઈને હાલ તેમના ફેન્સ જ નહિ પરંતુ ભારતીય સંગીત જગતને પણ ઊંડો આઘાત લાગ્યો છે. વર્ષ૧૯૭૨માં મેઘાલયમાં જન્મેલા ઝુબીન બોરઠાકુર એક આસામી ગાયક હતા.
તેમણે ૧૯૯૦ના દાયકામાં પોતાનું સ્ટેજ નામ અપનાવ્યું અને તેમના છેલ્લા નામને ગર્ગથી બદલી નાખ્યું. તેમણે કંગના રણૌત, ઈમરાન હાશ્મી અને શાઇની આહુજા અભિનીત ફિલ્મ ગેંગસ્ટરમાં યા અલી ગીત ગાયું હતું.૧૯૯૫માં ઝુબિન મુંબઈ આવ્યા અને તેમનું પહેલું ઈન્ડીપોપ સોલો આલ્બમ, ચાંદની રાત રજૂ કર્યું. તેમણે દિલ સે (૧૯૯૮), ડોલી સજાકે રખના (૧૯૯૮), ફિઝા (૨૦૦૦) અને કાંટે (૨૦૦૨) સહિત અનેક બોલિવૂડ ફિલ્મો માટે ગીત ગાયા હતા.




