
ફિલ્મનું ર્નિદેશક નિખિલ નાગેશ ભટ્ટ ડિરેક્ટ કરશે સની દેઓલ ઓક્ટોબરથી નિખિલ નાગેશ ભટ્ટ સાથે ‘લખન’ શરુ કરશે હાલમાં અભિનેતા સની દેઓલ ર્નિદેશક નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’માં પણ જાેવા મળશે સની દેઓલ ‘બોર્ડર ૨’ની સફળતા બાદ હવે ફરી એક વખત મોટા પડદા પર એક્શન અવતારમાં આવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મનું નામ ‘લખન’ રાખવામાં આવ્યું છે, જેને ‘કિલ’ ફેમ ર્નિદેશક નિખિલ નાગેશ ભટ્ટ ડિરેક્ટ કરશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ફિલ્મને મોટા પાયે બનાવવામાં આવી રહી છે અને તેમાં ધમાકેદાર એક્શન સિક્વન્સ, જબરદસ્ત ડાયલોગ્સ અને દર્શકોને સિટી મારવા મજબૂર કરી દે તેવા સીન સામેલ હશે. ફિલ્મમાં સની દેઓલ ફરી એકવાર પોતાના સંપૂર્ણ એક્શન અવતારમાં જાેવા મળશે.ફિલ્મ માટેની તૈયારીઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. સ્ક્રિપ્ટિંગ, એક્શન ડિઝાઇન અને પ્રી-પ્રોડક્શનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક સુત્રએ જણાવ્યું, “આ એક વિશાળ સ્તરની એક્શન એન્ટરટેઇનર છે, જેમાં ઊર્જાભર્યા અને દર્શકોને ગમે એવી અનેક પળો હશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે.”સની દેઓલ અને નિખિલ નાગેશ ભટ્ટની જાેડીએ પહેલાથી જ દર્શકોમાં ઉત્સુકતા ઉભી કરી છે, ખાસ કરીને ‘કિલ’ ફિલ્મમાં નિખિલ ભટ્ટના એક્શન અભિગમ બાદ હવે આ ફિલ્મ વિશે ઉત્સુકતા છે. ‘લખન’ સાથે દર્શકોને ફરી એકવાર ભવ્ય અને વિસ્ફોટક મનોરંજન મળવાની અપેક્ષા છે.આ ઉપરાંત, સની દેઓલ ર્નિદેશક નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’માં પણ જાેવા મળશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. તેમાં સની દેઓલ હનુમાનના પાત્રમાં જાેવા મળશે, જ્યારે રણબીર કપૂર રામ, રવિ દુબે લક્ષ્મણ, સાઈ પલ્લવી સિતા અને યશ રાવણના પાત્રમાં જાેવા મળશે.





