
અમદાવાદ આરટીઓમા ઓનલાઇન લાંચ RTOની મહિલા ક્લાર્કને ક્યુઆર કોડ દ્વારા લાંચ લેતી ઝડપી લેવાઇઆરટીઓમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાઠોડે અરજીને વેરીફાઇ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના ૮૦૦ રૂપિયાની માંગણી કરી હતીસરકારે ભ્રષ્ટ્રાચાર ઘટાડવા અને કામગીરી વધુ સુદઢ બનાવવ માટે આરટીઓની સેવા ઓનલાઇન કરી છે. પરંતુ, ઓનલાઇન સેવાઓને એપ્રુવલ કરવાના નામે અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતી મહિલા જુનિયર ક્લાર્કને ક્યુ આર કોડથી રૂપિયા ૮૦૦ની લાંચ લેતા ઝડપી લેવામાં આવી હતી.અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ મોટર ડ્રાઇવીંગ ચલાવે છે.
તેમના બે ક્લાઇન્ટને આરસી બુકની ડુપ્લીકેટ બુક જાેઇતી હોવાથી તેમણે ઓનલાઇન ચલણથી ૭૦૦ રૂપિયા આરટીઓમાં જમા કરાવ્યા હતા. તેમ છતાંય, અમદાવાદ આરટીઓમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સ્વાતિ રાઠોડે અરજીને વેરીફાઇ અને એપ્રુવલ આપવાનું કહીને વધારાના ૮૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જે નાણાં ચુકવવા માટે પેમેન્ટ એપનું સ્કેનર મોકલ્યુ હતું. જેના નાણાં ડ્રાઇવીંગ સ્કૂલના સંચાલકે સ્વીકારી લીધા હતા.
જે અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં એસીબીના અધિકારીઓએ પેેમેન્ટ અને વોટ્સએપ ચેટના આધારે જુનિય ક્લાર્ક સ્વાતિ રાઠોડને ઝડપીને તેના વિરૂદ્દ કાર્યવાહી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે એસીબીએ ક્યુ આર કોડથી લાંચ માંગવા અંગે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે.




