
ડ્રાફ્ટ યાદીમાં નામ ન હોય તે લોકો માટે ખાસ સમાચાર.અમદાવાદ જિલ્લામાં ચાર દિવસ વિશેષ કેમ્પનું આયોજન.યાદીમાં નામ નોંધાવવા અને સુધારવાના કામ થઈ શકશેઅમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(જીૈંઇ)નો બીજાે તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી તા.૨૭, ૨૮ ડિસેમ્બર તેમજ તા. ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧-૧-૨૦૨૬ની લાયકાતની તારીખે ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR)ની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે.
જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી અથવા તો વિગતમાં કોઈ સુધારો જરૂરી છે, તો આ ખાસ કેમ્પ દરેક મતદાર માટે મહત્ત્વની તક છે.
આ ચારેય દિવસ દરમિયાન દરેક મતદાન મથક પર BLO (BoOh Level Officer) હાજર રહેશે, જેઓ મતદારોને રજૂ કરવાના જરૂરી પુરાવા અને દસ્તાવેજાે અંગે માર્ગદર્શન આપશે. તદુપરાંત, નવાં નામ નોંધાવવા માટે ફોર્મ-૬, નામ કમી કરવા માટે ફોર્મ-૭ અને સુધારા-વધારા કે સ્થળાંતર માટે ફોર્મ-૮ સ્થળ પર જ ઉપલબ્ધ રહેશે. અમદાવાદ જિલ્લામાં એક પણ લાયક મતદારનુ નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે, તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા આ વિશેષ કેમ્પનો મહત્તમ લાભ લેવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.




