
પંચાયતના ગ્રાઉન્ડમાં શિક્ષણનો ર્નિણય.વડોદરા નજીકની લામડાપુરા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા.સરસ્વતીના મંદિરમાં આ પ્રકારની વર્તણૂક ગ્રામજનોને સ્વીકાર્ય નથી જ્યાં સુધી તેમની બદલી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.વડોદરા નજીકના લામડાપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય નો વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળા મારી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી ગઈ હતી.
સાવલી તાલુકાના ગામડાપુરા ગામની પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં કેટલાક સમયથી આચાર્ય દારૂના નશામાં આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે અગાઉ પણ અમે આ મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ અમારી રજૂઆત કાને ધરાઈ નથી.
આખરે આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી હતી અને વિદ્યાર્થીઓને પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં બેસાડી ત્યાં અભ્યાસ કાર્ય કરવા માટે આગ્રહ રાખ્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય હાલ સ્કૂલમાં નહીં આવે તેમ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અમારે કાયમનો ઉકેલ જાેઈએ છે. સરસ્વતીના મંદિરમાં આ પ્રકારની વર્તણૂક ગ્રામજનોને સ્વીકાર્ય નથી. જ્યાં સુધી તેમની બદલી નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
જાેકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધકારી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી જતા ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા અને જે શિક્ષક સામે આક્ષેપ કરવામાં આવ્યું છે તેને પોલીસને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ તાળા ખોલીને શિક્ષણકાર્ય સ્કૂલમાં જ શરૂ કરવામાં આવ્યું હતું.




