
આ દારૂનો જથ્થો રાજ્યના અન્ય ભાગોમાં સપ્લાય થવાનો હતો.અમદાવાદમાં સંતરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.આ કેસનો મુખ્ય સૂત્રધાર અને શહેરનો લિસ્ટેડ બુટલેગર રાસીદ ઉર્ફે રાનુ સહિત કુલ છ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા.અમદાવાદમાં પ્રોહિબિશન કાયદાનું ઉલ્લંઘન કરીને દારૂની હેરાફેરી કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા શહેરકોટડા વિસ્તારમાં એક મિલના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં સંતરાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો.PCB બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સના ગોડાઉનનો ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે કરવામાં આવી રહ્યો છે.
દરોડા દરમિયાન, પોલીસે ફળોના કાર્ટૂનની પાછળ છુપાવવામાં આવેલો રૂ. ૭૭ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે ઘટનાસ્થળેથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જાેકે, આ કેસનો મુખ્ય સૂત્રધાર અને શહેરનો લિસ્ટેડ બુટલેગર રાસીદ ઉર્ફે રાનુ સહિત કુલ છ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે PCBમ્એ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલો દારૂનો જથ્થો બુટલેગર રાસીદ ઉર્ફે રાનુનો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ દારૂનો જથ્થો રાજ્યના અન્ય ભાગોમાં સપ્લાય થવાનો હતો, તે પહેલાં PCBમ્એ સફળ ઓપરેશન કરીને તેની હેરાફેરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી છે.




