
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભ્રષ્ટાચાર નો અખાડો બની ગયેલી સુરત મહાનગર પાલિકામાં બિરાજમાન થતા અધિકારીઓ કે પદાધિકારીઓ જેના હાથમાં એના મોંમા નીતિ અપનાવી જ્યારે શાસન ચલાવતા હોય ત્યારે ભ્રષ્ટાચારીઓને ખુલ્લુ મેદાન મળી જતું હોય છે. અને એનો નમૂનો એટલે ૧૫ લાખ જેવી અધધ!! રકમની લાંબી લાંચ માંગીને વચેટીયા જેવા પત્રકાર ને વિપુલ ગણેશવાલા ના નામે રૂપિયા ચાર લાખ લઈને ભાગી છુટવાનો મોકો મળે છે. અહીં વાત કરવી છે તાજેતરમાં લાંચ ના છટકામાં પકડાતા પકડાતા છટકી ગયેલા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને એના વચેટીયા જેવા પત્રકાર પરવાના ની એવા લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા ગણેશવાલા ના સમયમાં જ લિંબાયત ઝોનમા અનેક માર્કેટોના બાંધકામો ગેરકાયદેસર બંધાયેલા છે. જ્યારે લિંબાયત ઝોનમાં જ ૧૦૦ કરતાં વધુ માર્કેટોના બાંધકામો પ્લાન વિરુધ્ધ તેમજ SMC ના નીતિ-નિયમોના ભંગ કરીને ઊભી કરાયેલી છે. સસ્પેન્ડ થયેલા કાર્યપાલક ઇજનેર ગણેશવાલા એ ત્રીજા-ચોથા માળના મકાનોના બાંધકામો અંગે પણ નોટિસો આપી કટકી કરી બાંધકામોને ચાલુ રાખવાનું પ્રોત્સાહન આપ્યું હતું. લિંબાયત ઝોનમા જે માર્કેટો ના બાંધકામો ખરેખર ગેરકાયદેસર હોય એને તોડી પાડતા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના હાથ કેમ ધ્રૂજે છે? માર્કેટોના રસ્તાઓ ઉપર તૈયાર થયેલા કાપડના પોટલાઓ મૂકી ઉભા કરાતા દબાણોને કારણે નાના માં નાનું વાહન પણ અવરજવર માટે મુશ્કેલી અનુભવે છે. શું આવા ગેરકાયદેસર ઉભા થયેલા બાંધકામો તોડી પાડતાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા ને કોણ અટકાવતું હતું? તેમજ મંજૂર પ્લાન વિરુધ્ધ અને નિયમ વિરુધ્ધ નું જો બાંધકામ કરાયુ હોય તો એવા ગેરકાયદેસર બાંધકામોને શહેર હિતમાં તોડતા ગણેશવાલા ને કોણ રોકતું હતું? ફક્ત નોટિસો આપવાથી ગેરકાયદેસર બાંધકામોની સ્થિતિ મા કોઈ ફેર પડતો નથી. વર્ષો પહેલા જ્યારે ગેરકાયદેસર બાંધકામો ઉભા થયા ત્યારે પણ કોઈ ગણેશવાલા જેવી વ્યક્તિ તો હશે જ ? ગણેશવાલાએ લિંબાયત ઝોનમાં બાંધકામ ક્ષેત્રે પછી એ નાનું હોય કે મોટુ એમાં હાહાકાર મચાવી દીધો હતો. ગણેશવાલાના ચાર વર્ષના સમય દરમ્યાન જે કોઈ બાંધકામ થયા છે એ મંજૂર પ્લાન મુજબ કે વિરુધ્ધ હોય ગણેશવાલાએ તેઓને છોડયા નથી. આ વિસ્તારના કોર્પોરેટરો પણ આ બાબતે કેમ ઉણા ઉતર્યા એ મોટો સવાલ છે ?
સુરત મહાનગરપાલિકા ભૂતકાળ અને વર્તમાનમાં એક સામાન્ય રજા જેવા ગુનામાં સફાઈ કર્મચારીથી લઈને અન્ય
કર્મચારીઓને જો ઘરનો દરવાજો બતાવી દેતી હોય તો વિપુલ ગણેશવાલાને ઘરનો દરવાજો બતાવવામાં સુરત
મહાનગરપાલિકા પાછી પાની કેમ કરે છે? સદર વિપુલ ગણેશવાલા ખાઈબદેલા અને મનમાની કરનારા કાર્યપાલક ઇજનેર
હોવા છતાં તેમજ આવક કરતાં વધુ સંપતિ ધરાવતા હોવા ના પૂરતા પુરાવા મળવા છતાં તેઓને આજદિન સુધી નોકરીમાંથી
કાયદેસર રીતે ટર્મિનેટ કેમ કરવામાં નથી આવ્યા? એ સવાલ ચર્ચા ના ચગડોળે ગુમી રહ્યો છે.




