
બંને તાલુકામાં જીરાનું ૧૬૦૯૯, રાયડાનું ૧૩૬૦૫ હેકટર વાવેતર.વાવ-ધરણીધર તાલુકામાં જીરાના વાવેતરમાં આશરે ૨૮૯૧ હેક્ટરનો ઘટાડો નોંધાયો.વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦ હજારને પાર પહોંચતાં વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું.ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા અને વાવ, થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ થકી રવિ પાકનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધે એવી રીતે રવી પાક ખીલી રહ્યાં છે. વાવ, થરાદ સહિત સુઈગામ તાલુકામાં ગત વર્ષ કરતાં જીરું અને રાયડાનું વાવેતર ઘટ્યું છે. ગત વર્ષે વાવ તાલુકામાં સૌથી વધારે ૧૮,૯૯૦ હેક્ટર જીરાનું વાવેતર અને ૧૦૧૭૫ હેક્ટરમાં રાયડાનું વાવેતર થયું હતું. વર્ષ ૨૦૨૩માં જીરાનો ભાવ પ્રતિમણ ૧૦,૦૦૦ હજારને પાર પહોંચતાં વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. સરહદી વાવ અને સુઈગામ તાલુકામાં બાગાયતી ખેતીમાં રોગ આવવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી ખેડૂતો દાડમ જેવા પાકો કાઢીને રાયડો, એરંડા, ઇસબગુલ અને જીરાનું વાવેતર કરી રહ્યાં છે.
જ્યારે ધરણીધર (ઢીમા) તાલુકાની આજુબાજુની જમીનમાં ખારાશ આવવાને કારણે જમીનો બગડી રહી છે અને ખારાશને કારણે વાવેતર ઘટી રહ્યું છે. જાેકે ગત સપ્ટેમ્બર મહિનામાં ભારે પૂરને કારણે જમીનોમાં વરસાદી પાણી સુકાયા નહોતા. જેના કારણે પણ રવિ સિઝનનું વાવેતર ઘટ્યું છે.આ અંગે વાવ અને ધરણીધર તાલુકા ખેતીવાડી અધિકારી લાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વાવેતર ઓછું થવાના કારણો સપ્ટેમ્બરમાં ભારે વરસાદના કારણે પૂર આવવાથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં સમયસર વરાપના આવવાથી તથા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાના કારણે સરહદી તાલુકામાં રવી સિઝનનું વાવેતર ઘટ્યું છે.




