
ખેડૂતોને પધરાવતા હતા બોગસ ખાતર.અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નકલી ખાતર બનાવતી ફેકટરીનો પર્દાફાશ કર્યો.અમરેલી જિલ્લાના ફર્ટિલાઈઝર અધિકારી પિનલ ખૂંટને આ બાબતની જાણ થતા તેમણે જાણ કરી હતી અને સંયુક્ત રેડ કરી અને તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો.અમરેલીના મોટા કડિયા અને પીપલક રોડ પર આવેલી નીરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામની કાર્યરત એક ફેક્ટરી હતી જ્યાં નમ્ર ગુણવત્તાનો એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી ૫૦૦ કિલોની ૫૦૨ બેક અમરેલી એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝર કોર્પોરેશન લખેલી ૫૬૦૦ ખાલી પ્લાસ્ટિક બેગ જેની કિંમત રૂપિયા ૧૪૦૦૦ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી ત્રણ જેટલી મશીનરી જેની કિંમત રૂપિયા પાંચ લાખ છે આ તમામ મુદ્દામાલ અમરેલી દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લાના ફર્ટિલાઈઝર અધિકારી પિનલ ખૂંટને આ બાબતની જાણ થતા તેમણે જાણ કરી હતી અને સંયુક્ત રેડ કરી અને તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો. આ બાબતની ફરિયાદ પીનલ ખૂંટે ફેક્ટરી માલિક ભરત ધાનાણી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી માહિતી અમરેલી એસ.પી સંજય ખરાતે આપી હતી. આ કાર્યવાહી અગાઉ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગુનાની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે એક મહિના પહેલા બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક ફર્ટીલાઇઝર એગ્રોના વિક્રેતા પાસેથી બનાવટી ઇકો કંપનીના માર્કા વાળી પ્લાસ્ટિક બેગમાં હલકી ગુણવત્તા વાળું ખાતર વેચવા બદલ આવશ્યક ચીજ વસ્તુ ધારો ૧૯૫૫ ની કલમ ૭ હેઠળ ગુનો નોંધાયો હતો.
અમરેલી એસઓજીએ અને ખેતીવાડી કચેરીની ટીમે આ બનાવટી ખાતરની ફેક્ટરી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આ કેસમાં લાલાવદરના રહેવાસી ભરત ચીમનભાઈ ધાનાણી જે મુખ્ય આરોપી છે જેમને પકડવા અમરેલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
અમરેલી જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેક્ટરી માં ડુપ્લીકેટ ખાતર નું ઉત્પાદન કરી વધુ પૈસા મેળવવાની લાલચે આ ગેરકાનૂની કામ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે અને મુખ્ય આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે ત્યારે હવે જાેવાનું એ રહેશે કે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી ક્યાં ક્યાં ખાતરનું વેચાણ કર્યું હતું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.




