
વડોદરામાં બોટ પલટી જવાની ઘટના અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા અમી રાવતે કહ્યું કે અમે તેને અકસ્માત નહીં પરંતુ હત્યાનો મામલો ગણી રહ્યા છીએ. અમારી માંગ છે કે આ ઘટનાની તપાસ સીટીંગ જજ દ્વારા થવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ ઘોર બેદરકારીનું કૃત્ય છે. બોટમાં કોઈ લાઈફ જેકેટ કે લાઈફગાર્ડ હાજર નહોતા. જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. 2016માં જ્યારે આ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટરોને ફાળવવામાં આવ્યો ત્યારે અમે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.