
સાબરમતી નદી સહિતના સ્થળોએ લાગશે સોલાર પેનલ કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે.
અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, AMC હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે કન્સલ્ટન્ટ નીમવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં ર્નિણય લેવાયો છે.
તેઓએ કહ્યુ કે, આ પ્રોજેક્ટ થકી વર્ષે ૩૫૦ કરોડના લાઇટ બિલમાં ઘટાડો કરવાનો AMC નું આયોજન છે. રિન્યુએબલ એનર્જીનો મહત્તમ વરાશનું AMC નું આયોજન છે. અમદાવાદના પ્રવાસનને વધુ વેગ આપવા AMC માં એક નવી કમિટી બનાવાશે. જેમાં અમદાવાદના વિવિધ હેરિટેજ વિસ્તાર સિવાયના સ્થળોના વિકાસ અંગે કમિટી ર્નિણય લેશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા AMC ને ૧૦ કરોડની ગ્રાન્ટ મળવાની છે.
અમદાવાદનું આગામી ફોકસ કોમનવેલ્થ ગેમ્સ છે. તેથી ૨૦૩૦માં અમદાવાદના આંગણે થનાર કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવનાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વીજ માંગને પહોંચી વળવા માટેના આયોજન કરાયું છે. જે અંતર્ગત રિન્યુએબલ એનર્જીના ગ્રુપ કેપ્ટીવ પ્રોજેક્ટ માટે GERMI રિન્યુએબલ પ્રોજેક્ટના અનુભવી અને જાણકાર કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કાંકરિયા પરિસરમાં નવા આકર્ષણ બનશે. તો મ્યુઝિકલ કમ લેસર ફાઉન્ટેન શરૂ કરાશે. કાંકરિયા પરિસરમાં આઇસ કેન્ડી મ્યુઝિયમ પણ બનશે. ppp ધોરણે બનનાર મ્યુઝિયમ માટે ખાનગી સંસ્થા ૧૦ કરોડનો ખર્ચ કરશે. આ ઉપરાંત તેની આવકમાંથી ૩૫ ટકા રેવન્યુ amc ને આપવામાં આવશે.
આ ઉપરાંત આગામી ઉનાળાને લઈને પણ amc દ્વારા આગોતરું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા ૬૦ ફાઉન્ટેન કાર્યરત રાખવા આદેશ કરાયા છે. amts અને brts સ્ટેશનો પર પાણીના જગ મૂકવામાં આવશે, જેથી ઉનાળામાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે. amc સંચાલિત ગાર્ડન પણ રાતના ૧૦ સુધી ખુલ્લા રાખવાના આદેશ કરાયા છે.
આ ઉપરાંત પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે સ્વયંસેવકો, કર્મચારીઓ-અધિકારીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે થયેલા પાણી, દૂધ અને ફૂડ પેકેટ સહિત માટે થયેલા ૧૬ લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે તેવુ દેવાંગ દાણીએ જણાવ્યું.




