
દેશની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે સોમવારે પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓમાં નેતૃત્વ ક્ષમતાઓ અને વ્યવસ્થાપક કૌશલ્યો વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે નિવાસી કાર્યક્રમ શરૂ કર્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત પ્રથમ બેચ 15 થી 19 જાન્યુઆરી દરમિયાન હાથ ધરવામાં આવશે. તેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા પંચાયતોના પ્રમુખો અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 60 સહભાગીઓ સામેલ થશે.આઈઆઈએમએ જણાવ્યું કે વ્યૂહાત્મક ગ્રામીણ પરિવર્તન (લીપ-સ્ટાર્ટ) માટે પંચાયતોમાં નેતૃત્વ તેના પ્રકારનો પ્રથમ તાલીમ કાર્યક્રમ છે.
પ્રતિષ્ઠિત સંસ્થાઓની ભાગીદારીનો ટ્રેન્ડ શરૂ થશે