ભારતે પાંચમા દિવસે કરી શાનદાર શરૂઆત, બેક ટૂ બેક મેડલ જીત્યાં સતનામ સિંહ અને સલમાન ખાનની જાેડીએ રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો : ભારતના મેડલની સંખ્યા ૧૪ થઈ આજે, ૨૪ સપ્ટેમ્બરના રોજ, એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતની શરૂઆત શાનદાર રહી. ભારતે અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે. રોશીબીના દેવીએ વુશુમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સતનામ સિંહ અને સલમાન ખાનની જાેડીએ રોઇંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે, ભારતનો કુલ મેડલ આંકડો ૧૪ પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં, ભારતે એશિયન ગેમ્સ ૨૦૨૬ માં એક ગોલ્ડ, છ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ભારતની સ્ટાર ફાઇટર રોશીબીના દેવીએ ભલે મહિલાઓની ૬૦ કિગ્રા વુશુ ઇવેન્ટની ફાઇનલમાં ગોલ્ડ મેડલથી ચૂકી ગઇ પરંતુ તેણે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. એશિયન ગેમ્સમાં રોશીબીના દેવીનો આ સતત ત્રીજાે મેડલ છે. અગાઉ, તેણીએ ૨૦૧૮ માં જકાર્તામાં બ્રોન્ઝ અને ૨૦૨૩ માં હાંગઝોઉમાં સિલ્વર જીત્યો હતો. આ નોંધપાત્ર સિદ્ધિ સાથે, રોશીબીના દેવી એશિયન ગેમ્સના ઇતિહાસમાં ત્રણ મેડલ જીતનાર પ્રથમ ભારતીય વુશુ એથ્લીટ બની છે. ભારત માટે દિવસની શરૂઆત આનાથી સારી શું હોઇ શકે. ભારતે રોઇંગમાં મેડલ જીત્યો. ભારતીય જાેડી સતનામ સિંહ અને સલમાન ખાને પુરુષોની ડબલ સ્કલ્સ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો. સતનામ અને સલમાન ખાને ૨,૦૦૦ મીટર દોડ ૬:૧૩.૨૫ સેકન્ડમાં પૂર્ણ કરી, ત્રીજા સ્થાને પોડિયમ ફિનિશિંગ મેળવ્યું.
૧૯૮ કિગ્રા (સ્નેચમાં ૮૭ કિગ્રા, ક્લીન એન્ડ જર્કમાં ૧૧૧ કિગ્રા) કુલ વજન ઉપાડીને, મીરાબાઈ ચાનુએ એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો મેડલ જીત્યો, જે ઉત્તર કોરિયાના ત્રણ વખતના ગોલ્ડ મેડલ વિજેતા રી સોંગ ગમથી પાછળ રહી, જેમણે ૨૧૫ કિગ્રા વજન ઉપાડીને વિશ્વ રેકોર્ડ તોડ્યો.
સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી એકમાત્ર વિજેતા હતા, જ્યારે લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને અર્જુન-હરિહરનની જાેડી હારી ગઈ, કારણ કે ચીને પુરુષોની ટીમ સેમિફાઇનલમાં ભારતને ૩-૧થી હરાવ્યું.




