
ગુજરાત સરકારે સોમવારે વિધાનસભામાં માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં રાજ્યમાં વિવિધ કારણોસર 25 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ હતા. રાજ્ય સરકાર દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના વિવિધ ભાગોમાં 25,478 લોકોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 495 વિદ્યાર્થીઓ હતા.
કયા વર્ષમાં કેટલા લોકોએ આત્મહત્યા કરી?
કોંગ્રેસના સભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં 8,307 લોકોએ આત્મહત્યા કરી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં 8,614 લોકોએ આત્મહત્યા કરી હતી અને 2022માં 8,557 લોકોએ આત્મહત્યા કરી હતી.