
હોમગાર્ડ્સ થયા બેરોજગાર.૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાતા ખળભળાટ મચ્યો.કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો ર્નિણય છ.રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ ર્નિણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે.
માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ ર્નિણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો ર્નિણય છે.
જાે કે આ હોમગાર્ડને કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી. સામાન્ય રીતે આ હોમગાર્ડ્સ રાત્રી ફરજ બજાવતા હતા અને તેમને છૂટા કરાતા તે બેરોજગાર બન્યા છે. અન્ય જિલ્લામાં હોમગાર્ડની માંગણી કરવામાં આવતી હતી જે હોમગાર્ડની સંખ્યા પૂર્ણ થતા ન હોવાથી ૫૦૦ જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ કે.બી. કાનાણીએ જણાવ્યું હતું.




