
2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસ વતી મજબૂતાઈથી ચૂંટણી લડેલા આહીર સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી રમેશભાઈ જીંજાળા અને કુંભારીયા ગામના સામાજિક આગેવાન, બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ અને આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. અગાઉ 2021માં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને સુરતના લોકોએ આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે મજબૂત જનાદેશ આપ્યો હતો અને આ જવાબદારીને હવે પાંચ વર્ષ પૂરા થયા. હવે ફરીથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો આમ આદમી પાર્ટી તમામ સીટો પર મજબૂત અને સક્ષમ ઉમેદવારો ઉતારશે. આજે સુરતમાં પ્રતિષ્ઠિત, જાણીતા અને પોતાના સમાજ માટે ઉત્તમ કામ કરવા વાળા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે આહીર સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને મૂળ સૌરાષ્ટ્રના વતની, 2015માં સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર તથા સુરતના હીરા બજારમાં આહિર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ જીંજાળા મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને પોતાના ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સાથે સાથે બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનિષાબેન રાઠોડ પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વધુ એક આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિથી પ્રેરિત થઈને લોકહિતના કામ કરવાના આશય સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ આગેવાનોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં મજબૂતીથી આગળ વધશે અને સુરતના લોકોનો અવાજ બનશે. હજુ બીજા ઘણા લોકો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે.




