
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મ.ન.પા માં સ્મીમેર હોસ્પિટલનું આયોજન થતાં નવા સ્ટાફની ભરતી કરવામાં આવેલી. જેમાં વર્ગ-૪, વર્ગ-૩, ટેકનિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવામાં આવેલી. અને સાથે સાથે મેડિકલ કોલેજની પણ તાત્કાલિક મંજૂરી મળતા સ્ટાફની ભરતી કરવી જરૂરી થઈ પડેલ. આ સંજોગોમાં લાગવગીયા અને કાકા,મામા,બાપા ની વગ ધરાવતા કર્મચારીઓ નિમણુંક પામેલા. આ સદર ભરતીમાં કારકુન(ક્લાર્ક) તરીકે સ્વાતિ દેસાઈ સાથે આશરે ચાલીસેક જેટલા કર્મચારીઓની કોઈપણ પ્રકારની ભરતીની પ્રક્રિયા જાળવ્યા વગર સ્વાતિ દેસાઈ જે હાલમાં ડે.મ્યુ.કમિશ્નરની પોસ્ટ ઉપર છે તેઓ પણ કારકુન(ક્લાર્ક) તરીકે જોડાયેલા. ત્યારબાદ વગવસીલો મળી જતાં તેઓ સુરત મ.ન.પા માં સેક્રેટરી ની પોસ્ટ ઉપર પસંદ કરવામાં આવેલા. અને ત્યારબાદ ગણતરીના વર્ષોમાં તેઓ સુરત મ.ન.પા માં છેલ્લા ૩ વર્ષ ઉપરાંતથી ડે.મ્યુ.કમિશ્નર ના હોદ્દે બિરાજમાન છે.
સુરત મ.ન.પા ના નીતિ-નિયમો મુજબ પર્સોનેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશ્નર અને ડે.કમિશ્નર (નોન ટેકનિકલ) કર્મચારી /અધિકારીએ એલએલબી(LLB) ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ એક લાયકાત નક્કી કરવામાં આવેલ છે. પર્સોનેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરો સામાન્ય રીતે ડે.કમિશનરોમાં આવતા હોય છે. કારણકે તેઓ એલએલબી ની ડિગ્રી ધરાવતા હોય છે. સ્વાતિ દેસાઈ એ સુરત મ.ન.પા માં નોકરીમાં જોડાતા પહેલા એલએલબી નો અભ્યાસ પૂર્ણ કરેલ હતો કે નોકરીમાં જોડાયા બાદ એલએલબી નો અભ્યાસ કર્યો છે? એ તપાસ નો વિષય છે. સુરત મ.ન.પા માંથી પ્રાપ્ત માહિતી મુજબ સ્વાતિ દેસાઈ એ ચાલુ ફરજ દરમ્યાન LLB ની ડિગ્રી મેળવેલ હોવાની ચર્ચા ચાલી રહેલ છે.
સ્વાતિ દેસાઈ એ રાજીનામું પાછું ખેંચતા અન્ય કોઈ ઝોન ઓફિસમાં પોસ્ટિંગ આપવું નહીં અને મનપસંદ વિભાગોમાં જ ફરજ બજાવે અને હિસાબી કામગીરી તેઓની પાસે જ રહે એવી શરત સાથે રાજીનામું પાછું ખેંચી આખરે મ.ન.પા નું નાક દબાવી નોકરીમાં ચાલુ રહ્યા છે. અહીં સુરત મ.ન.પા ની એવી શું મજબૂરી છે કે આટલી બધી બેરોજગારીમાં જ્યાં અસંખ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો બેરોજગાર હોવા છતાં સ્વાતિ દેસાઈ ને ચાલુ રખ્યા છે.
અહી સવાલનો સવાલ એ છે કે શું કોઈ ગોડ ફાધર સ્વાતિ દેસાઈને પાછલા બારણે બચાવી પોતાનો કોઈ સ્વાર્થ તો નથી સાંધી રહ્યા ને? આમ સવાલો તો ઘણા છે પણ જેના જવાબો આપવા મ.ન.પા ના પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓ હાલ માટે મૌની બાબા બની ને તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવી નીતિ અપનાવી રહ્યા છે.




