
વેસ્ટર્ન આઉટફિટ હોય કે પરંપરાગત કંગના રનૌત દરેક પ્રકારના ડ્રેસને ખૂબ જ સુંદર રીતે કેરી કરે છે. જો તમે સ્પેશિયલ સ્ટાઈલમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેરવા ઈચ્છો છો તો તમે કંગના પાસેથી સ્ટાઈલિંગ ટિપ્સ લઈ શકો છો.
કંગના રનૌત ખૂબ જ અલગ અને ક્લાસી સ્ટાઇલમાં કોઈપણ આઉટફિટ કેરી કરતી જોવા મળે છે. આ બાબત તેના ચાહકોને ખૂબ આકર્ષે છે. જો તમે પણ ટ્રેડિશનલ આઉટફિટમાં એલિગન્ટ અને ક્લાસી દેખાવા માંગો છો, તો તમે કંગના રનૌત પાસેથી સ્ટાઇલિંગ ટિપ્સ લઈ શકો છો.