કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી, આપણે સામાજિક કાર્યક્રમોમાં જવાની ઓછી તકો અને ઝૂમ મીટિંગ્સમાં વધુ એક્સપોઝર અને ઘરેથી કામ કરવાનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે માત્ર જીવનમાં પરિવર્તન જ નથી જોવા મળ્યું, ફેશનમાં પણ ઘણો બદલાવ આવ્યો હતો. ફેશન હવે સસ્ટેનેબલ અને રિયુઝ કરી શકાય તેવી વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે કપડામાં પણ હોવી આવશ્યક બની ગઈ છે. અહીં તમને કેટલાક મૂળભૂત પહેરવેશ અને એસેસરીઝ રાખવાની સલાહ આપી રહ્યા છીએ જેથી કરીને તમે તમારા કપડાને સરળ તેમજ આકર્ષક અને સ્ટાઇલિશ રાખી શકો.