
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ડ્રગ્સની દાણચોરી સામે કસ્ટમ વિભાગને વધુ એક મોટી સફળતા મળી છે. સ્પોટ પ્રોફાઇલિંગના આધારે કાર્યવાહી કરતા, અધિકારીઓએ એક ભારતીય મુસાફરની ધરપકડ કરી છે અને તેના કબજામાંથી લગભગ 12 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કર્યો છે. આ મુસાફર 29 માર્ચ, 2025 ના રોજ બેંગકોકથી કોલંબો થઈને ફ્લાઇટ નંબર UL-403 દ્વારા નવી દિલ્હી પહોંચ્યો હતો.
दिल्ली पुलिस के स्पेशल सीपी लॉ एंड ऑर्डर रविंद्र सिंह यादव के निर्देशों पर ड्रग्स ओर ड्रग्स तस्करों पर लगातार कारवाई हो रहीं हैं
तस्करों से गांजे की… pic.twitter.com/KdruhShLEv
— Lavely Bakshi (@lavelybakshi) April 5, 2025
મુસાફરોના અંગત સામાનની શોધ
ગ્રીન ચેનલ પર મુસાફર શંકાસ્પદ જણાતાં, કસ્ટમ અધિકારીઓએ તેને રોક્યો અને તેના અંગત સામાન અને ટ્રોલી બેગની તપાસ કરી. આ દરમિયાન, મુસાફરની ગ્રે રંગની ટ્રોલી બેગમાંથી 12 પોલીથીન પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો લીલા રંગના માદક દ્રવ્યથી ભરેલા હતા, જે પ્રાથમિક તપાસ પછી ગાંજા તરીકે ઓળખાયું. જપ્ત કરાયેલા ગાંજાના કુલ વજન ૧૩ કિલો ૬૭૦ ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત આશરે ૧૨ કરોડ રૂપિયા છે.
