
BMC ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી એકલી ચૂંટણી લડશે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે.મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, પાર્ટી BMC માં એકલી ચૂંટણી લડશે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પાયાના સ્તરે થાય છે અને કોંગ્રેસ જાહેર મુદ્દાઓ પર સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આનાથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન તૂટી ગયું છે કે કેમ તે અંગે સવાલો ઉભા થાય છે.
BMC ચૂંટણીને લઈને કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ કહ્યું કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી અમે મહાવિકાસ અઘાડી સાથે મળીને લડ્યા હતા. જાેકે, આ સ્થાનિક ચૂંટણી છે એટલે અમે એકલાં લડીશું. આજની બેઠકમાં આગામી BMC ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા થશે. એટલાં માટે અમે તમામ ૨૨૭ બેઠક પર વિસ્તારથી વિચાર-વિમર્શ કર્યો છે. હવે અમારી સ્ક્રિનિંગ કમિટી તૈયાર કરાશે, જેના દ્વારા ઉમેદવારોની પસંદગી કરાશે.
મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી આગામી મહિને યોજાનારી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડશે અને મતદારો ભાજપના ધાર્મિક એજન્ડાથી પ્રભાવિત થશે નહીં. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે BMC માં નિયુક્ત એક વહીવટકર્તા દ્વારા પોતાના મનપસંદ કોન્ટ્રાક્ટરો અને ઉદ્યોગપતિઓ માટે નાગરિક ભંડોળનો દુરુપયોગ અને હેરાફેરી કરી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ મુંબઈના વિકાસ અને નાગરિકોના ભવિષ્ય માટે ચૂંટણી લડશે. વહીવટકર્તાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર વધ્યો. જ્યારે રહેવાસીઓ સારા રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છ હવા, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહ્યા છે.
ગાયકવાડે આરોપી લગાવ્યો કે, ભાજપે લગભગ ૨૫ વર્ષો સુધી BMC પર શાસન કર્યું. જ્યારે છેલ્લા ત્રણ વર્ષોથી આ મ્યુનિસિપલ બોડી ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વહીવટકર્તા દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલની તિજાેરીનો દુરુપયોગ થયો હતો.
મ્યુનિસિપલ બોડી ચૂંટણી પહેલા ઉદ્વવ ઠાકરેએ તેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સંબંધોને સુધાર્યા છે અને શિવસેના (ઉબાઠા) અને રાજના નેતૃત્ત્વ વાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક સાથે મળીને ચૂંટણી લડવાની આશા છે.
જ્યારે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ બાદ મહાયુતિએ BMCની ચૂંટણી સાથે મળીને લડવાનો ર્નિણય લીધો છે. મહાયુતિમાં અજીત પવાર ત્રણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા) પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે BMCની ચૂંટણીની વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં જ થવાની હતી. BMC ૨૦૨૫-૨૬માં ૭૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે એશિયાની સૌથી મોટી મ્યુનિસિપલ બોડી છે.




