અમેરિકામાં રંજીવ પુરીએ રચ્યો ઈતિહાસ રંજીવ પુરી મિશિગન હાઉસમાં પ્રથમ ભારતીય અમેરિકન સ્પીકર તરીકે ચૂંટાયા પંજાબી મૂળના અપ્રવાસી માતા-પિતાના પુત્ર રંજીવ પુરીએ આ સિદ્ધિને મોટું સન્માન ગણાવ્યું : ગવર્નર સાથે કામ કરવાની ઉત્સુકતા દર્શાવી અમેરિકાના રાજકારણમાં ભારતીય-અમેરિકન સમુદાયે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડેમોક્રેટિક પાર્ટીના ૪૨ વર્ષીય નેતા રંજીવ પુરી મિશિગન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચનારા તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે. સ્પીકર તરીકે ચૂંટાયા બાદ તેમણે આ જવાબદારીને મોટું સન્માન ગણાવ્યું હતું અને પોતાના સાથીદારોનો આભાર માન્યો હતો. તેમણે સિનેટના નવનિર્વાચિત મેજાેરિટી લીડર ડેરીન કેમિલેરી અને ગવર્નર જાેસલિન બેન્સન સાથે મળીને ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂરા કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. પંજાબી મૂળના અપ્રવાસી માતા-પિતાના પરિવારમાં જન્મેલા રંજીવ પુરીએ પોતાની આ ઐતિહાસિક સફર પર ભાવુક થઈને જણાવ્યું હતું કે, ‘જ્યારે મારા માતા-પિતા આ દેશમાં આવ્યા હતા, ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેમનો પુત્ર તમામ અડચણો પાર કરીને મિશિગન હાઉસનું નેતૃત્વ કરશે. આ જ સાચું વચન છે. હું ગવર્નર અને સિનેટ લીડર સાથે મળીને તમામ કામો પૂર્ણ કરીશ.‘ રંજીવ પુરીએ ૨૦૦૮ અને ૨૦૧૨માં પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના ચૂંટણી પ્રચાર અભિયાનોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી સ્મ્છનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મિશિગન પરત ફરીને ઓટોમોટિવ ક્ષેત્રે કામ કર્યું. સ્ટેટ હાઉસમાં પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન, તેઓ ૧૧૦ સભ્યો ધરાવતા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક કોકસના નેતા તરીકે પસંદગી પામ્યા હતા. રંજીવ પુરીની આ પ્રભાવશાળી જીત પર ‘ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ‘ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિંતન પટેલે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘પુરીએ હંમેશાં સ્વાસ્થ્ય સેવાઓ અને આવાસના ખર્ચ ઘટાડીને સામાન્ય જનતા માટે જીવન જીવવું સરળ બનાવવા માટે કામ કર્યું છે. પુરી દક્ષિણ એશિયાઈ સમુદાયો સહિત મિશિગનના તમામ નાગરિકોના અધિકારો અને સુરક્ષા માટે મજબૂત અવાજ બનશે.‘




