
૨૦૦૩ના નિયમો અગાઉના એરક્રાફ્ટ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા હતા વિમાનમાં જાેખમી માલ-સામાન લઇ જવા અંગેના નવા કડક નિયમો જાહેર પ્રમાણપત્ર આધારિત અને જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં જાહેર નહી કરાયેલાં માલ અંગે આકરું રિપોર્ટિંગ ફરજિયાત.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાનોમાં જાેખમી માલ-સામાન લઈ જવા સંબંધિત સુધારેલા નિયમોને જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ હવે પ્રમાણપત્ર આધારિત અને ચોક્કસ જવાબદારી ઉઠાવતી વ્યવસ્થા અમલમાં આવશે, જેથી આવા માલના સંચાલન અને પરિવહનમાં વધુ પારદર્શિતા અને કડકાઈ સુનિશ્ચિત થાય.નવી વ્યવસ્થા અંતર્ગત જાહેર નહી કરાયેલાં અથવા ખોટી રીતે જાહેર કરાયેલા જાેખમી માલ-સામાન અંગે વિગતવાર રિપોર્ટિંગ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. નિયમોમાં વધુ કડક રિપોર્ટિંગ માળખું ઊભું કરવામાં આવ્યું છે.
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન જાેખમી માલ-સામાનના સંચાલનમાં થયેલી બેદરકારી અથવા ખામી અંગે તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. ‘એરક્રાફ્ટ (કેરેજ ઑફ ડેન્જરસ ગુડ્સ) રૂલ્સ, ૨૦૨૬’ ૧૭ ફેબ્રુઆરીએ તમામ પક્ષકારોની સાથેની ચર્ચા બાદ જાહેર કરવામાં આવ્યા હતા. જાેખમી માલ-સામાનમાં એવા પદાર્થાે અથવા વસ્તુઓનો સમાવેશ થાય છે, જે માનવ આરોગ્ય, સલામતી, સંપત્તિ અથવા પર્યાવરણ માટે જાેખમ ઉભું કરી શકે છે. ઉડ્ડયન ઉદ્યોગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ૨૦૦૩ના નિયમો અગાઉના એરક્રાફ્ટ અધિનિયમ હેઠળ બનાવવામાં આવ્યા હતા અને મુખ્યત્વે ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઇઝેશનના ધારા-ધોરણો અનુસાર ઓપરેશનલ પાલન પર આધારિત હતાં.




