
ચૂંટણી પંચની મોટી જાહેરાત.હવે ઈફસ્માં ઉમેદવારોનો રંગીન ફોટો આવશે, સીરિયલ નંબર પણ ક્લિયર દેખાશ.ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને મતદારોને સુવિધા આપવા ચૂંટણી પંચે નવી ગાઈડલાઈન જાહેર કરી.બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. ચૂંટણી પંચે હજુ સુધી તારીખો જાહેર કરી નથી. જાેકે, મતદાનની તારીખોની જાહેરાત પહેલા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. પંચ બિહારમાં એક નવો પ્રયોગ શરૂ કરી રહ્યું છે, જે હેઠળ ઈફસ્ મતપત્રોમાં હવે ઉમેદવારોના કલર ફોટો હશે. પહેલાં આ બ્લેક એન્ડ વ્હાઈટ હતા.
ચૂંટણી પંચે માર્ગદર્શિકા જારી કરી છે જેના હેઠળ ઉમેદવારોના ફોટા હવે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) મતપત્રો પર કલર ફોટો છાપવામાં આવશે. આ પ્રયોગ શરૂઆતમાં બિહારમાં હાથ ધરવામાં આવી રહ્યો છે, અને પછીથી અન્ય રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. નવા ફેરફાર હેઠળ ઉમેદવારનો ચહેરો મતપત્રના ત્રણ ચતુર્થાંશ ભાગ પર હશે. જે મતદાતા ઓળખને સરળ બનાવશે. વધુમાં હવે સીરીયલ નંબરને વધુ મહત્વ આપવામાં આવશે. ચૂંટણીમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મતદાતાઓની સુવિધાને સરળ બનાવવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ નવા ફેરફારો ચૂંટણી પ્રક્રિયાને વધુ લોકશાહી, ન્યાયી અને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. બિહારથી શરૂ થતા આ સુધારાઓ ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં લાગુ કરવાની યોજના છે, જે સમગ્ર દેશમાં ચૂંટણીની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં સુધારો કરશે.
EVM એક મશીન છે જેનો ઉપયોગ ચૂંટણીમાં મતદાન કરવા માટે થાય છે. મતદાતાઓ ફક્ત તેમના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે એક બટન દબાવતા હોય છે અને આ મત સીધો મશીનમાં નોંધાય છે. પ્રથમ વખત ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં ભારતભરની બધી બેઠકો પર ઈફસ્નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.




