
૮ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી ધામાસાણ!.ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી.આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં મનરેગા બચાવો કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છ.કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગાર માટેની જૂની MGNREGA યોજનામાં ધરમૂળથી ફેરફાર કરી તેને નવા નામ અને માળખા સાથે લાગુ કરી છે. જાેકે, આ નવા ફેરફારો સામે વિપક્ષ (Opposition) આક્રમક મૂડમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકારની નવી નીતિ સામે બાંયો ચડાવી છે અને આગામી ૮ જાન્યુઆરીથી રાજ્યભરમાં ‘મનરેગા બચાવો કાર્યક્રમ‘ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી યોજનામાં રોજગારીના દિવસો વધ્યા છે, પરંતુ ફંડિંગ પેટર્ન બદલાતા વિવાદ સર્જાયો છે.
કેન્દ્ર સરકારના ર્નિણય સામે વિરોધ નોંધાવવા માટે ગુજરાત કોંગ્રેસે કમર કસી છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા ૮ જાન્યુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધીના લાંબા આંદોલનનો રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં ગ્રામ પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધીના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના કાર્યક્રમની રૂપરેખા:
૮ જાન્યુઆરી: પ્રદેશ સ્તરે બેઠક યોજીને રણનીતિ નક્કી કરાશે.
૧૦ જાન્યુઆરી: તમામ જિલ્લા મથકો પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
૧૧ જાન્યુઆરી: દરેક જિલ્લા મથકે પ્રતિકાત્મક ઉપવાસ અને ધરણા યોજાશે.
૧૨ થી ૨૯ જાન્યુઆરી: ગ્રામ પંચાયત સ્તરે ‘જનસંપર્ક અભિયાન‘ ચલાવવામાં આવશે.
૩૦ જાન્યુઆરી: તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ ધરણા.
૩૧ જાન્યુઆરી થી ૬ ફેબ્રુઆરી: જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ.
૧૬ થી ૨૫ ફેબ્રુઆરી: રાજ્યના તમામ ઝોનમાં વિશાળ રેલી અને જનસભા યોજાશે.
ડિસેમ્બર ૨૦૨૫ માં કેન્દ્ર સરકારે જૂના કાયદામાં ફેરફાર કરીને નવો કાયદો “વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)” (VB G RAM G) અમલમાં મૂક્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત (Developed India) ના લક્ષ્યને હાંસલ કરવાનો છે. હવે જૂની MGNREGA યોજનાનું સ્થાન આ નવા એક્ટ દ્વારા લેવામાં આવ્યું છે.
ગ્રામીણ શ્રમિકો માટે એક સારા સમાચાર એ છે કે નવી યોજના હેઠળ રોજગારીની ગેરંટી વધારવામાં આવી છે. અત્યાર સુધી એક નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી મળતી હતી, જે વધારીને હવે ૧૨૫ દિવસ (૧૨૫ Days) કરવામાં આવી છે. આ ફેરફારથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને શ્રમિકોની આવકમાં વધારો થશે તેવો સરકારનો દાવો છે.
નવી યોજનામાં સૌથી મોટો વિવાદ નાણાકીય જાેગવાઈને લઈને છે.
અગાઉની મનરેગા યોજનામાં મજૂરીનો ૧૦૦% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવતી હતી. પરંતુ નવા VB G RAM G એક્ટ મુજબ, ગુજરાત જેવા સામાન્ય રાજ્યો માટે આ રેશિયો બદલીને ૬૦:૪૦ કરી દેવામાં આવ્યો છે. એટલે કે, હવે વેતન અને મટિરિયલના કુલ ખર્ચના ૪૦% (૪૦ Percent) રાજ્ય સરકારે ભોગવવા પડશે. માત્ર પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે જ કેન્દ્ર ૯૦% અને રાજ્ય ૧૦% નો હિસ્સો આપશે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આનાથી રાજ્ય સરકારો પર આર્થિક બોજ વધશે અને આખરે ગરીબોને નુકસાન થશે.




