
નોટિસને હાઈકોર્ટે રદ ઠેરવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.ઈનકમ ટેક્સની એસેસમેન્ટ નોટિસોમાં ૨૦૨૬ના કાયદા મુજબ કાર્યવાહી કરો: સુપ્રીમ.ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૧ મારફતે રીએસેસમેન્ટ પ્રક્રિયામાં મોટા ફેરફાર આવ્યા છે અને ઈ-એસેસમેન્ટનો અમલ શરૂ થયો છ.ઈનકમ ટેક્સ એક્ટ અન્વયે અપાયેલી હજારો નોટિસને પ્રભાવિત કરતો મહત્તવપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. અગાઉ હાઈકોર્ટના સંખ્યાબંધ હુકમમાં જ્યુરિસડિક્શનલ એસેસિંગ ઓફિસર (JAO) દ્વારા અપાયેલી રીએસેસમેન્ટ નોટિસને રદ ઠેરવવામાં આવી હતી. હાઈકોર્ટના આ હુકમને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવા તમામ કેસ હાઈકોર્ટમાં પરત મોકલવા અને ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૬ની જાેગવાઈ અન્વયે તેમાં નવેસરથી ન્યાયિક કાર્યવાહી શરૂ કરવા ર્નિદેશ આપ્યા છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ બી વી નાગરત્ન અને જસ્ટિસ જાેયમાલ્યા બાગચીને બેન્ચે વિવિધ હાઈકોર્ટના અલગ-અલગ હુકમોના કારણે ઉદભવેલી સ્થિતિને ધ્યાને રાખી હજારો અપીલના નિકાલ માટે માર્ગદર્શક ર્નિદેશો આપ્યા છે. જેના કારણે ઈનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૪૮ અને ૧૪૮એ અન્વયે JAO દ્વારા અપાયેલી નોટિસ તથા રીએસસમેન્ટ પ્રક્રિયાને ગ્રાહ્ય રાખવી કે પછી ફેસલેસ એસેસેન્ટ મિકેનિઝમ મારફતે આવા કેસનો નિકાલ લાવવો તે અંગેની મૂંઝવણ દૂર થઈ છે. સુપ્રીમે નોંધ્યુ હતું કે, ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૧ મારફતે રીએસેસમેન્ટ પ્રક્રિયામાં મોટા ફેરફાર આવ્યા છે અને ઈ-એસેસમેન્ટનો અમલ શરૂ થયો છે. આ પ્રક્રિયામાં વિભાગ દ્વારા ફેસલેસ અને ઓટોમેટિક પ્રક્રિયા હાથ ધરાય છે. તેથીJAOને નોટિસ-કાર્યવાહીના અધિકાર બાબતે વિવાદ ઊભો થયો હતો. વિવિધ હાઈકોર્ટમાં ઈનકમ ટેક્સ રીએસેસમેન્ટના કેસમાં અલગ-અલગ ચુકાદા આવ્યા હતાં.JAOની નોટિસ અને ફેસલેસ ઓથોરિટીના અધિકારને કેટલાક ચુકાદામાં ગ્રાહ્ય રખાયા હતા, જ્યારે કેટલાક ચુકાદામાં JAOને નોટિસ આપવાના અધિકાર ન હોવાનું ઠરાવાયું હતું. ફાઈનાન્સ એક્ટ, ૨૦૨૬ હેઠળ કાનૂની જાેગવાઈઓ લાગુ કરાઈ હતી. આ એક્ટથી JAOની અધિકારક્ષેત્રની સ્પષ્ટતા થઈ છે અને હાઈકોર્ટે એસેસીની તરફેણમાં આપેલા ચુકાદાઓ રદ ઠર્યા છે. આ પ્રકારના કેસોમાં વિવિધ હાઈકોર્ટ્સને ૨૦૨૬ના એક્ટ મુજબ ર્નિણય લેવા માટે સુપ્રીમ કોર્ટે ર્નિદેશ આપ્યા છે.





