
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આ દેશ હવે ક્યાં જઈ રહ્યો છે? એ કહેવું તો દીઠ વિચારવું પણ વિચારવા જેવુ છે. કારણ એક બાજુ મહિલા સુરક્ષા, મહિલા આરક્ષણ અને મહિલાઓની સલામતી ની હવા હવાઈ જેવી હવા ભરેલા ફુગ્ગા જેવી વાતો અને બીજી બાજુ કાયદાની વિદ્યાર્થીની પર બળાત્કારના આરોપી હિન્દુ યુવા વાહિનીના પૂર્વ સભ્ય સુશિલ પ્રજાપતિ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેમનું ફૂલોની માળાથી સ્વાગત કરવામાં આવ્યું. અને હીરો જેવુ સ્વાગત કરીને આરોપીને સન્માન આપવામાં આવ્યાનો એક વિડીયો બનાવ્યો હતો. જામીન ઉપર મુકત થયા પછી તરત જ સફેદ પોશાક પહેરેલા અને ગલગોટાની માળા પહેરેલા બળાત્કારના આરોપીએ રોડ શો કર્યો. જેનાથી આક્રોશ ફેલાયો.
વીડિયોમાં તેના સમર્થકો તેને ખભા પર બેસાડી લઈ જતા સૂત્રોચ્ચાર કરતાં અને વિજય રેલીની જેમ સરઘસ કાઢતા, હાથ મિલાવતા અને સ્મિત સાથે દેખાતા આરોપીઓની આસપાસના માણસો “V” ચિહન બતાવતા જોઈ શકાય છે અને અન્ય લોકો તેમના મોબાઈલ ફોનથી હવામાં ઉછાળતા જોઈ શકાય છે. જે ચાલી રહેલી ઘટનાઓ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આરોપી પર એવો આરોપ છે કે, આરોપી એ કાયદાનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને વકીલ સાથે પરિચય કરાવવાના બહાને એક ફ્લેટમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. લગભગ નવ મહિના પછી આરોપીને ૧૭ મે ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, તેઓ વાયરલ થયેલા વીડિયોની તપાસ કરી રહ્યા છે કે જેમાં સમર્થકો આરોપી પર ફૂલોનો વરસાદ કરતા અને વાહનોના કાફલામાં ભાગ લેતા દર્શાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ છે કે આવા આરોપીને પોલીસ કાયદાના કેવા પાઠ ભણાવી આરોપીની શાન ઠેકાણે લાવે છે?





