
મમતા બેનર્જીએ આપી કેન્દ્રને ધમકી.મમતા બેનર્જીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા.જાે મારા કે મારા કાર્યકર્તાઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો, આખા ભારતમાં ભાજપને હચમચાવી નાખી.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જાે તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેઓ સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખશે. રાજ્યમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર વધી રહેલા વિવાદ વચ્ચે બેનર્જીએ ખુલ્લા મંચ પરથી આ ધમકી આપી હતી.
મમતા દીદીએ કહ્યું કે, તેઓ આજે હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે અચાનક માહિતી મળી કે, તેમનું હેલિકોપ્ટર ઉડાડવામાં આવશે નહીં. તેને ષડયંત્ર ગણાવતા કહ્યું કે, “હું મોડી પહોંચી કારણ કે હું હેલિકોપ્ટરનો ઉપયોગ કરતી નથી. મારે આજે હેલિકોપ્ટર જવાનું હતું, પરંતુ મને સવારે ખબર પડી કે, તે ઉડશે નહીં.” ચૂંટણીઓ શરૂ પણ થઈ નથી અને તમે પહેલાથી જ સંઘર્ષ શરૂ કરી દીધો છે? સારું થયું કે, હું અહીં પગપાળા આવી છું, લોકોને મળી રહી છું.
મમતા બેનર્જીએ કહ્યું કે, “મને જીૈંઇ ના નામે જાણી જાેઈને નિશાન બનાવવામાં આવી રહી છે. જાે મારા પર કોઈ પણ રીતે હુમલો કરવામાં આવશે, તો હું સમગ્ર ભારતમાં ભાજપને હચમચાવી નાખીશ.” ભાજપ પર સીધો હુમલો કરતા તેમણે કહ્યું કે, “હું તેમને કહેવા માંગુ છું કે, તમે મને અડશો નહીં. અમે તમારો ખેલ જાણીએ છીએ. પરંતુ તમે ક્યારેય બંગાળ જીતી શકશો નહીં.” મમતાએ દાવો કર્યો કે, ભાજપ બિહારમાં ચૂંટણી લડવામાં નિષ્ફળ ગયું છે અથવા વિપક્ષની રણનીતિ સમજી શકી નથી. આ સાથે જ, મમતા બેનર્જીએ SIR વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કૂચની પણ જાહેરાત કરી હતી.
TMC અનુસાર, મમતા બેનર્જીનો અર્થ એ હતો કે, જાે કોઈ TMC કાર્યકર પર હુમલો થાય છે, તો અમે તેને સહન કરીશું નહીં. મમતા મટુઆ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં રેલી કરી રહી હતી, જે ભાજપનો ગઢ છે. તેથી, મમતાએ ત્યાંથી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે લોકોને કહ્યું કે, “SIR એક ષડયંત્ર છે, પાછળના દરવાજા દ્વારા દ્ગઇઝ્ર ને અમલમાં મૂકવાનું કાવતરું છે.” મમતા બેનર્જીએ મ્જીહ્લ પર પણ નિશાન સાધતા કહ્યું કે, “એવો પ્રચાર થઈ રહ્યો છે કે, ઘુસણખોરો બંગાળમાં છે, પરંતુ તેઓ કેવી રીતે આવ્યા? તેમને બંગાળમાં પ્રવેશવા કોણે દીધા?”
આ દરમિયાન, ચૂંટણી પંચે મમતા બેનર્જીને પત્ર મોકલીને જીૈંઇ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે. પંચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના એક પ્રતિનિધિમંડળને ૨૮ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે બેઠક માટે બોલાવ્યા છે, જ્યાં પાર્ટી જીૈંઇ અને અન્ય મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે.TMC નો આરોપ છે કે, જીૈંઇનો ઉપયોગ રાજકીય દબાણ લાવવા અને આગામી ચૂંટણીઓ માટે વાતાવરણને પ્રભાવિત કરવા માટે થઈ રહ્યો છે. ભાજપ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને તેને મમતાના ગભરાટ માટે જવાબદાર ઠેરવે છે.




